વન્ય પ્રાણીઓના પશુઓ પર હુમલાની સાથે-સાથે મનુષ્યો પર પણ હુમલાની ઘટના વધી રહી છે. જેસર તાલુકાના ઇટિયા ગામે એક 11 વર્ષની બાળકીને દીપડો ઉપાડી ગયો. હિંસક દીપડાએ 11 વર્ષની બાળકીનો ચહેડો એવી રીતે ફાડ્યો કે ભલભલાના રૂવાંડા ઊભા કરી દે. આ અગાઉ પણ જેસર અને તેની આજુ-બાજુના પંથકમાં દીપડાની હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી છે.
જેસરના ઇટિયા ગામે પરા વિસ્તારમાં રહેતા અશોકભાઇ પરમારની દિકરી શોભનાને રાત્રે 2 વાગ્યે દીપડો આવીને ઉપાડી જઇ મારણ કર્યું. લોકોને જાણ થતાં જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ ઘટના સ્થળે પહોંચતા ત્યાંથી બાળકીની લાશ મળી હતી. હીંસક દીપડાએ બાળકીને ચહેરો ફાડ્યો હતો. જેને જોઇ કોઇના પણ રૂંવાડા ઊભા થઇ જાય.
વનવિભાગે પોસ્ટમોર્ટમ માટે લાશ મોકલી આપી છે જ્યારે આ હિંસક દીપડાને પકડવાની પણ કવાયત શરૂ કરી દીધી છે પરંતુ આવી રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો પર હિંસક પશુની ઘટના વધી રહી છે ત્યારે આવી ઘટના ઘટે નહી તે માટે લોકો અને તંત્ર સતર્ક રહે તે જ એક ઠોસ ઉપાય છે. નોંધનીય છે કે, આ વિસ્તારમાં આવી રીતે હિંસક પશુઓની મનુષ્યો પર હુમલાની ઘટનાઓ ઘણીવાર સામે આવ્યાના કિસ્સા જોવા મળ્યા છે.