જસદણમાં જોરશોરમાં વોટીંગ ચાલી રહ્યું છે ત્યારે હવે ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે, તે પહેલા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ પર કેટલાક આરોપો લગાવ્યા છે. જેમાં કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ પોલીસનો ગેર ઉપયોગ કરી રહ્યું છે. ભાડલા ગામે કોંગ્રેસના કાર્યાલય ખાતે સ્થાનીક આગેવાનો પર પોલીસે ડંડાવાળી કરી છે.
આ વિશે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એક મોબાઈલ વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભાજપ હાર ભાળી ગઈ છે, તેથી હવે તે પોલીસની મદદથી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. આચાર સંહિતાનો નિયમ ફક્ત કોંગ્રેસને જ લાગુ પડતો હોય એવું જોવા મળી રહ્યું છે.