અમદાવાદઃ પાસપોર્ટને વેરીફાઈ કરવાની પ્રક્રિયા વધુ સરળ બને તે હેતુથી રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. પાસપોર્ટ માટે અત્યારે 25 દિવસ જેટલો સમય લાગે છે જેમાંથી 15 દિવસનો સમય તો પોલીસ વેરિફિકેશનમાં જાય છે.
તાજેતરમાં એક એપ ગાંધીનગર ખાતે લોન્ચ કરવામાં આવી જેનાથી સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ કરી શકાય। આ એપનો ઉપયોગ સામાન્ય નાગરિક પણ સરળતાથી કરી શકશે આ એપ થી વધારાનો ટાઈમ બચી જશે ખુબ સરળતાથી પાસપોર્ટ વેરિફિકેશન કરાવી શકાશે
અલગ અલગ મોબાઈલ પર સોફ્ટવેરની કોમ્ફીબીલીટી ચેક કરાવ્યા પછી આ એપને લાગુ કરવામાં આવશે