સીંગદાણાની નિકાસમાં પણ ગુજરાતની મગફળી પ્રથમ પસંદગી છે. પરંતુ અફલાટોકસીન (ફુગ)નું પ્રમાણ નિકાસમાં અવરોધક છે. આ ફૂગ દાણામાં હોય તો દાણો કડવો લાગે છે. જેને ઝેરી માનવામાં આવે છે. બીજું સરકારી નીતિના કારણે પણ ગુજરાતમાં મગફળીના દાણાની નિકાસ વધવાના બદલે ઘટી રહી છે. સીંગમાંથી મશીન દ્વારા દાણા કાઢી લીધા બાદ જેમાં ખરાબ અને તુટેલા દાણા વિણસા માટે ગુજરાતમાં 1.20 લાખ લોકોને રોજગારી મળે છે. તેથી સીંગ દાણાં સાફ કરનારાઓ બેકાર બની રહ્યા છે. જો ભાજપની કેન્દ્ર સરકાર તુરંત પગલાં નહીં ભરે તો ગુજરાતનો પ્રતિષ્ઠિત સીંગગાણા ઉદ્યોગ મરી જશે. તે માટે ભાજપ સરકારના ગુજરાતના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા જવાબદાર છે. 10 લાખ ટન નિકાસ થવી જોઈતી હતી તેના બદલે માત્ર 2.50 લાખ ટન સીંગદાણાની જ નિકાસ થઈ છે.
2015થી સીંગદાણાની નિકાસમાં વધારો નોંધાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં સીંગદાણાની નિકાસ 2.20 લાખ ટન થઇ હતી. જે વર્ષે 5 લાખ ટન જેટલી રહી હતી. જે 2014માં 1.60 લાખ ટન હતી. 2013-14માં સીંગદાણાની 5.09 લાખ ટન અને 2012-13માં 5.35 લાખ ટન નિકાસ થઇ હતી. સીંગદાણાની પશ્ચિમ એશિયાના દેશોમાં સારી માંગ છે. 2011-12માં સૌથી વધુ સીંગદાણાની નિકાસ 8.32 લાખ ટન થઇ હતી.
ઉપયોગ શું?
પીનટ બટર માટે ગુજરાતમાંથી સીંગદાણાની નિકાસ થાય છે. આફ્રિકા અને ચીન કરતાં ગુજરાતના સીંગદાણામાં તેલનું પ્રમાણ વધુ હોવાથી ઊંચો ભાવ મળે છે. મગફળીના દાણાનો સૂકામેવા તરીકે, ખારા શેકેલા સિંગદાણાનો નાસ્તા તરીકે, આખી સિંગો બાફી ઉપયોગ કરાય છે. વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે મગફળીના દાણાનો ઉપગોય થાય છે. સૌરાષ્ટ્રની ચીકી સમગ્ર વિશ્વમાં નિકાસ થાય છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં 1.3 ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં 2.5 ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં 8 ગણું વધારે હોય છે.
ભાજપ સરકારની અવળી નીતિ જવાબદાર
સીંગદાણા બનાવવાનો ઉદ્યોગ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર વિકસ્યો છે. નાનાં મોટાં અનેક ગામ-શહેરોમાં સીંગદાણા ઉત્પાદનના યુનિટો ફેલાયેલા છે પરંતુ નિકાસમાં ભાજપની નરેન્દ્ર મોદની સરકારી નીતિને કારણે ચાર વર્ષથી પછડાટ જોવાઇ રહ્યો હોવાથી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સીંગદાણા ઉત્પાદકો અને નિકાસકારો સીંગદાણાની નિકાસ ઉપર ઇન્સેન્ટિવ આપવાની માગણી કરી રહ્યા છે. આફ્રિકામાં આર્જેન્ટિના, મોઝામ્બિક દાણાના ઉત્પાદનમાં અગ્રેસર છે પણ ત્યાંની સરકાર 1થી 15 ટકા સુધી લાભ આપે છે. એટલે નિકાસ બજારમાં ફાવી ગયા છે.
3000 કારખાના
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, કેશોદ, માણાવદર, બાંટવા, અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, તળાજા, મહુવા, રાજકોટ, ગોંડલ, વેરાવળ, ઉના, કોડીનાર, ખંભાળિયા, જામનગર, અમરેલી તથા દ્વારકામાં મગફળીનું બહોળું ઉત્પાદન થાય છે. ત્રણ-ચાર વર્ષથી મંદીને લીધે કારખાનાઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે. સૌરાષ્ટ્રમાં 3000 કારખાનાઓ છે. ખાનાઓની સંખ્યા આશરે ત્રણ હજાર કરતાં વધારે છે. જોકે હવે ભારતમાંથી ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં પણ માંડ માંડ નિકાસ થાય છે. 1.20 લાખથી 1.80 લાખ લોકોને સીંગદાણાના કારણે રોજગારી મળે છે.
ભારતની તુલનાએ આફ્રિકાના દેશો સસ્તાં દાણા નિકાસ કરી શકતા હોવાથી ભારતની નિકાસને ફટકો પડયો છે. સીંગદાણાની નિકાસ ઉપર સરકાર 3 ટકાનું વિશેષ કૃષિ ઊપજ તરીકેનું પ્રોત્સાહન આપે તો નિકાસમાં ફાયદો થાય તેમ છે. એમ કરવાથી સરકારને પણ કરોડો રૂપિયા ખર્ચીને મગફળી ખરીદવી નહીં પડે.
એપેડાની અવળી નીતિ
અખાતી દેશોમાં અને રશિયામાં નિકાસ માટે એપેડા (એગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી)ના સર્ટિફિકેટની કોઇ આવશ્યકતા નથી. છતાં એપેડા દ્વારા આવા સર્ટિફિકેટનો ફરજિયાત આગ્રહ રાખવામાં આવે છે. એપેડાના નવા નિયમ યુરોપ અને વિયેટનામ જેવા ગુણવત્તાના આગ્રહી દેશો માટે હોય તો તે સારી વાત છે, પરંતુ ભારતના દાણા ફારઇસ્ટ અર્થાત મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં વધારે જાય છે. સૌરાષ્ટ્રમાં 3000 જેટલાં દાણાનાં કારખાનાં છે. એમાંથી આશરે 50 જેટલાં જ એપેડા માન્ય છે.
8 લાખ ટન ઘટીને 4 લાખ ટન
અગાઉ ભારતમાંથી સાડા પાંચથી 8 લાખ ટન દાણાની નિકાસ કરવામાં આવતી હતી. છેલ્લાં બે વર્ષથી નિકાસ 4 લાખ ટન આસપાસ રહે છે. આ વર્ષે તો 3 લાખ ટન દાણા માંડ નિકાસ થશે. જે ખરેખ વિશ્વની માંગ પ્રમાણે તો 10 લાખ ટનથી વધું દાણા નિકાશ થવા જોઈતા હતા.
રૂપાલા અને ફળદુ જવાબદાર
2018-19 નિકાસ 2.30 લાખ ટન માંડ થઈ છે. દેશભરમાં સૌથી વધું મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે. સૌરાષ્ટ્ર ભાજપથી વિમુખ થઈ ગયો હોવાથી તેમને ભાજપ દ્વારા રાજકીય અન્યાય કરીને અબજો રૂપિયાનો ફટકો ખેડૂતોને પાડવામાં આવી રહ્યો છે. નવેમ્બર 2018માં નિકાસ 1.79 લાખ ટન હતી. જે રૂ.1224 કરોડ થવા જાય છે. ટને રૂ.68379 મળે છે. જો તે 10 લાખ ટન નિકાસ હોવી જોઈતી હતી. તેમ થયું હોત તો સૌરાષ્ટ્રના સીંગદાળા રૂ.6800 કરોડથી રૂ.7000 કરોડ મળ્યા હોત. પણ ગુજરાત સરકારના કૃષિ પ્રધાન આર સી ફળદુ અને દેશના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા કે જેઓ સૌરાષ્ટ્રના છે તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો કરાવવા માટે કંઈ કર્યું નહીં. તેથી ખેડૂતોને અબજો રૂપિયાનો ફટકો પડ્યો છે. વળી અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે. તેઓએ ખેડૂતોને રૂ.6000 આપવાના બદલે તો સીંગદાણાની નિકાસ પ્રોત્સાહન આપી હોત તો દરેક ખેડૂતને રૂ.60,000નો ફોયદો થયો હોત. 2017-18માં 5.04 લાખ ટન મગફળીના દાણા નિકાસ થયા હતા.
દેશના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલાના વિસ્તારને સૌથી વધું અસર
અમરેલી જિલ્લાનો શીંગદાણા ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ પડી ભાંગવાની અણી પર આવી ગયો છે. વાર્ષિક 1500 કરોડનું ટર્ન ઓવર ધરાવતા અમરેલી જિલ્લાના 55 ઉદ્યોગ બંધ થવાની તૈયારીમાં છે. અમરેલી જિલ્લામાં 11 તાલુકામાંથી અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, લાઠીમાં આ ઉદ્યોગ છે. 55 જેટલા એકમો વિદેશમાં નિકાસ કરે છે. વિદેશમાં શીંગદાણા એકસપોર્ટ કરતા ઉદ્યોગ પર શીંગદાણાના અભાવે આ ઉદ્યોગ બંધ થવાની અણી પર આવીને ઉભો છે. શીંગદાણા વિદેશોમાં ભારે હુંડિયામણ રળી આપે છે. સરકાર દ્વારા આ વિદેશમાં જતા શીંગદાણાને ટ્રોબેગ ટેકસમાં ઘટાડો કરવાના નિર્ણયને કારણે નિકાસ દરમાં ધરખમ ઘટાડો જોવા મળી રહયો છે. એક કારખાના દીઠ 60 વ્યકિતઓને રોજગારી પુરી પાડે છે. 6 હજાર મજુરોને રોજગારી બંધ થવાની તૈયારી છે. સરકાર દ્વારા વિદેશમાં નિકાસ કરવાનો મગફળી પર 1 ટકા ટ્રોબેઝ ટેકસ આપતી હવે 0.1પ ટ્રોબેગ ટેકસથી આ શીંગદાણા ઉદ્યોગ ભાંગી ગયો છે. ગત વર્ષે રૂ.1500 કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ આ સાલ રૂ.500 કરોડનું ટર્ન ઓવર કરી શકયો છે.