ગુજરાતમાં સરકાર પેટ્રોલ -ડીઝલ પરનો ટેક્ષ ઘટાડશે તેથી પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાનો રસ્તો ખૂલશે હાલ પેટ્રોલ પર ર૮ ટકા જેટલો અને ડીઝલ પર ર૮ ટકા જેટલો વેટ લાગી રહ્યો છે. રાજય સરકાર માટે આ આવક દુઝતી ગાય સમાન છે. પેટ્રોલ-ડીઝલ પર વેરો ઘટાડવાથી સરકારની આવકમાં ગાબડુ પડશે. રાજય સરકારને પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરાની વાર્ષિક આવક રૂા. ર૦ હજાર કરોડ જેટલી છે. કેન્દ્રએ તમામ રાજયોને વેટ ઘટાડવા અપીલ કરેલ તે ગુજરાતે માન્ય રાખવામાં પહેલ કરી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપ માટે આ નિર્ણય રાજકીય રીતે લાભદાયી રહેવાની ધારણા છે.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઇકાલે ઉનામાં પેટ્રોલ-ડીઝલમાં ટેક્ષ ઘટાડવાની જાહેરાત કરેલ. આજે નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુંખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવેલ કે સરકાર બે-ત્રણ દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં વેરા ઘટાડવા આગળ વધી રહી છે. તેનાથી બન્ને ઇંધણો સસ્તા થશે કેટલો ઘટાડો કરવો તે ટુંક સમયમાં જાહેર થશે.