રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે બીજી તરફ તમામ પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહી છે.ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે આવેલી આમ આદમી પાર્ટી ગતરોજ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં વેજલપુર વિધાનસભામાંથી ચૂંટણી લડવા માટે પસંદ કરાયેલા કલ્પેશ પટેલના ફોટા વાયરલ થતા વિવાદ વકર્યો છે
કલ્પેશ પટેલના હુક્કાપાર્ટી અને દારૂપાર્ટી કરતા ફોટા વાયરલ થયા છે જેને લઇ સત્તાપક્ષ ભાજપે આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે
આ અંગે ભાજપ નેતા ઋત્વિજ પટેલે આમ આદમી પાર્ટી પર અનેક સવાલો ઉઠાવ્યા છે જેમા તેમણે જણાવ્યુ છે કે ગતરોજ આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં એક ઉમેદવાર એવા છે જે દારૂની મહેફિલ માણતા દેખાય છે હુક્કા પીતા દેખાય છે અને એક ઉમેદવાર એવા છે જેમના પર 300 કરોડના ભ્રષ્ટ્રાચારનો આરોપ છે એક ઉમેદવાર એવા છે જે નર્મદા વિરોધી સ્ટેચ્ચુ ઓફ યુનિટીના પ્રણેતા બનીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું તેમના હક છીનવાનું કામ કર્યુ છે વધુ જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને લઇ સ્વસ્છ છબીની દાવાઓ વચ્ચે ઉમેદવારોની પોલ ખૂલી રહી છે એમના પાર્ટીના લોકોની કથની અને કરણીમાં ફરક છે એમનું ચાલ અને ચરિત્ર ખંડાયેલુ છે હોવાની વાત ઋત્વિજ પટેલે કરી છે