PM Modi : “શરીરમાં કાંટો તો કાઢી નાખીએ, દેશ માટે પણ એ જ લાગુ પડે”
PM Modi ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને તેઓએ ગાંધીનગરમાં થયેલા રોડ શોના કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતાં પાકિસ્તાન પર તીખો પ્રહાર કર્યો. ઓપરેશન સિંદૂર પછીની આ તેમની પ્રથમ ગુજરાત યાત્રા છે, જ્યાં તેમણે કહ્યું કે જો શરીરમાં કાંટો હોય તો દુખાવો થાય છે અને એમ જ જ્યારે દેશના માર્ગમાં અવરોધ હોય ત્યારે પણ સમાન રીતે દુખાવો થાય છે — “અમે નક્કી કર્યું છે કે એ કાંટો અમે કાઢી નાખીશું.”
પીએમ મોદીએ તેમના ભાષણમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાની ભાવનાને ખૂબ જ ઊંડાણથી સ્પર્શી. તેમણે કહ્યું કે દરેક ભારતીયના હૃદયમાં માતૃભૂમિ માટે પ્રેમ અને રક્ષણની ભાવના પ્રબળ છે. સાથે સાથે, પીએમએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) નો પણ ઉલ્લેખ કર્યો અને સંકેત આપ્યો કે ભારત પાકિસ્તાનના દાવાઓ સામે મજબૂત પગલાં ભરશે.
“ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ” એ હવે ભારતની નવી નીતિ છે — અને દેશના શત્રુઓને હવે સ્પષ્ટ સંદેશ મળી ગયો છે
મોદીજીએ ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઈ જનતાની વચ્ચે રહેલી દેશપ્રેમની લહેર અંગે પણ વખાણ કર્યું. “વિશ્વાસ છે કે સમગ્ર દેશમાં માતૃભૂમિ માટે સમર્પણ છે,” એમ તેમણે ઉમેર્યું.