PM Modi Vande Bharat inauguration: PM મોદી દ્રારા દાહોદથી વંદે ભારત ટ્રેનનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન
PM Modi Vande Bharat inauguration: ગુજરાતના રેલવે ઇતિહાસમાં એક નવી સ્થાપના થવા જઈ રહી છે. સાબરમતી અને વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 26 મે, 2025ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉદઘાટિત થશે. આ નવી ટ્રેન સેવા ગુજરાતના અનેક મહત્વપૂર્ણ શહેરોને એકબીજાને વધુ નજીક લાવશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.
ટ્રેનનો પ્રારંભ વેરાવળથી સવારે 11:30 વાગ્યે થશે, જે સાબરમતી સ્ટેશન પર સાંજના 6:25 કલાકે પહોંચશે. માર્ગમાં ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ જેવા સ્ટેશનો પર થંભાવશે.
આ વંદે ભારત ટ્રેનમાં આરામદાયક રીક્લાઇનિંગ સીટો, મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો ટોઇલેટ્સ, સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક એન્ટ્રી-એક્ઝિટ ગેટ જેવી ટૂંકા પ્રવાસ માટે અદ્યતન સુવિધાઓનો સમાવેશ છે.
27 મે થી ટ્રેનની નિયમિત સેવા શરૂ થશે. ટ્રેન નંબર 26901 સાબરમતીથી રોજ સવારે 5:25 કલાકે વિદાય લેશે અને બપોરે 12:25 કલાકે વેરાવળ પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 26902 વેરાવળથી બપોરે 2:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:35 વાગ્યે સાબરમતી પર પહોંચી જશે. આ સેવા અઠવાડિયામાં ગુરુવાર સિવાયના 6 દિવસ ચાલુ રહેશે.
ટ્રેન માટે બુકિંગ 25 મે થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ દ્વારા શરૂ થઈ જશે. આ નવી વંદે ભારત ટ્રેન ગુજરાતમાં પ્રવાસીઓને ઝડપી, આરામદાયક અને વિશ્વસનીય મુસાફરીનો નવો અનુભવ આપશે તેવી અપેક્ષા છે.