ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માનવ અધિકાર અને લીગલ સેલના સંયોજક મધુસુદન પટેલ (ડોંગા) આમ આદમી પાર્ટીમાં જોડાયા.
‘આપ’ પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરના હસ્તે ટોપી અને ખેસ પહેરીને કોંગ્રેસ માનવ અધિકાર અને લીગલ સેલના સંયોજક મધુસુદન પટેલ ‘આપ’માં જોડાયા.
અન્ય પક્ષોના પ્રમાણિક લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
અરવિંદ કેજરીવાલજીની જનતાઓના મુદ્દા ઉઠાવવા વાળી રાજનીતિ જોઈને આજે સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યું છે: આપ
અમદાવાદ/ગુજરાત
જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી દરેક સમાજ, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં સતત જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. તે દર્શાવે છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેથી દરેકને કેટલી આશા છે. કારણ કે આમ આદમી પાર્ટી જ ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવે છે. અને એટલે જ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો જનસેવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
તે જ અનુક્રમે આગળ વધતા અરવિંદ કેજરીવાલજીની રાજનીતિથી પ્રભાવિત થઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માનવ અધિકાર અને લીગલ સેલના સંયોજક મધુસુદન પટેલ (ડોંગા) આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મધુસુદન પટેલે અભ્યાસમાં એલ.એલ.બી., એમ.કોમ. અને એમ.બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. તેઓ બારકોડ કાઉન્સિલ ઓફ ગુજરાત, અમદાવાદના સભ્ય, કૉમર્શિઅલ ટેક્સ ડીપાર્ટમેન્ટ, અમદાવાદના STP, ડોંગા પરિવાર અમદાવાદના સભ્ય, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદના સભ્ય અને શ્રી મહર્ષિ ગુરુકુળ બ્રહ્મચાર્ય આશ્રમ જૂનાગઢના ટ્રસ્ટી રહી ચુક્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કર દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માનવ અધિકાર અને લીગલ સેલના સંયોજક મધુસુદન પટેલ (ડોંગા) ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
થોડા દિવસો પહેલા જ અરવિંદ કેજરીવાલજીએ વકીલો સાથેના સંવાદ કાર્યક્રમમાં કહ્યું હતું કે, વકીલો પર આટલા હુમલાઓ થઈ રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે, આ બંધ થવું જોઈએ. તેથી એડવોકેટના રક્ષણ માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી વ્યવસ્થા બનાવવામાં આવશે.નવા વકીલ ને રૂ. 5000 મળવા જોઇએ, કેરળમાં આ મળે છે. હું કેરળની આ યોજનાનો અભ્યાસ કરીશ, તે પછી હું તમને ખાતરી આપીશ કે એનાથી વધું સારી યોજના અહીં લાગુ કરીશું. અન્ય એક વ્યક્તિએ માંગણી કરી હતી કે ચેમ્બરની અછત છે, વધુ ચેમ્બર બનાવવી જોઈએ, ઘણા વકીલો બહાર બેસે છે. તેમના માટે ચેમ્બર પણ બનાવવામાં આવશે. અન્ય એક વ્યક્તિની માંગ હતી કે, 169 એડવોકેટનો કેસ અટવાયેલો છે, અમારી સરકાર બનશે તો અમે તમારા પક્ષમાં નિર્ણય કરીશું. એક મહિલાએ કહ્યું કે, જો મહિલાઓ તેમના બાળકોને ઘરે મુકીને આવે છે તો તેમના માટે સુવિધાઓ ઉભી કરવી જોઈએ. હું તમને ખાતરી આપું છું કે અમે તમને ગમશે તેવી સુવિધા આપીશું. એકથી એક એવી માંગણી આવી છે કે 10 વર્ષ પુરા થવા પર ઓટોમેટીક નોટરી આપી દેવી જોઇએ. તે પણ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલજીની જનતાઓના મુદ્દા ઉઠાવવા વાળી રાજનીતિ જોઈને આજે સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યું છે.