PSI to PI Promotion Gujarat : PSI થી PI બન્યા 33 અધિકારીઓ: ગુજરાત પોલીસમાં આનંદનો માહોલ
PSI to PI Promotion Gujarat : ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ રહ્યો, કારણ કે રાજ્યના 33 પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)ને પોલિસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને બિનહથિયારી વર્ગ-2માં PI તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન બઢતી
આ બઢતી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સ્પેશિયલ લીવ ટુ અપીલ કેસ નં. 16665/2016ના અંતિમ ચુકાદાની શરત સાથે મંજૂર કરવામાં આવી છે. એટલે કે, આ નિર્ણય કોર્ટના છેલ્લાં નિવેડાં હેઠળ માન્ય રહેશે.
હાલના ફરજના સ્થાન પર PI તરીકે હાજર ગણાશે
પ્રમોશન મળેલા તમામ અધિકારીઓને તેમના વર્તમાન ફરજના સ્થળે PI તરીકે હાજર ગણવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિગતવાર નિમણૂંકના હુકમો અલગથી જાહેર કરવામાં આવશે. તત્કાલમાં, તેઓને નવા પદ માટે નામાંકિત કર્યા વિના હાલની જગ્યાએ જ પદોત્તર દરજ્જા સાથે ફરજ બજાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પોલીસ તંત્રમાં પ્રસન્નતા અને ઉત્સાહનો માહોલ
અધિકારીઓના પરિવારો સહિત સમગ્ર પોલીસ વિભાગમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વર્ષોથી બઢતીની રાહ જોઈ રહેલા અધિકારીઓ માટે આ નિર્ણય રાહતનો શ્વાસ લાવનારો સાબિત થયો છે. આ પગલાંએ પોલીસ તંત્રમાં નવી ઉમંગ અને પ્રેરણા ઉમેરવામાં મદદ કરી છે.