જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ સાથે જ જિલ્લામાં આજે સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થયો હતો. માણાવદર તાલુકામાં 3 કલાકમાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે ત્રણેય જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માણાવદરની બજારમાં અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દુકાનદારોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
માણાવદર 103 મીમી, વંથલી 72 મીમી, જૂનાગઢ 47 મીમી, માણીયાહાટીના 52 મીમી, માંગરોળ 31 મીમી, વિસાવદર 23 મીમી, મેંદરડા 13 મીમી, કેશોદ 12 મીમી, ભેંસાણ 15 મીમી.
સુરતમાં 12 ઈંચ પાણી પડી ગયું
શહેરના વરાછા વિસ્તારમાં વરસાદ આફત બન્યો હતો અને સૌથી વધુ 12 ઈંચ પાણી પડી ગયું હતું. ભારે વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. વરસાદનો આ દોર આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે નાનપુરા, કાદરશાહ કી નાળ, સાગરમપુરા, નવસારી બજાર, ચોક બજાર, વેડ દરવાજા, કતારગામ, હોડી બંગલો, અમરોલી, મોટા વરાછા, નાના વરાછા, કામરેજ, ડીંડોલી, લિંબાયત, ઉધના, પાંડેસરા અને અન્ય ઘણા વિસ્તારોમાં શહેર. પાણી ભરાયેલું.