ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જીલ્લામાં વીતી રાતથી વીજળીના કડાકા સાથે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જો કે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ ખાબક્યો હતો.
સુત્રાપાડા સહિત ગ્રામ્ય પંથકના વડોદરા ઝાલા, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો..તો બીજી તરફ વેરાવળના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદી માહોલ છવાયો હતો..અવિરત વરસાદથી શહેરના રસ્તાઓમાં પાણી વહેતા થયા હતા.