આગામી સમયમાં અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્ય ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આજથી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નદીઓના જળસ્તર વધવાથી શકયતા છે, જેને કારણે નદીમાં પૂરની સ્થિતિની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ઊંઝામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. તો ભારે વરસદાને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના ભાદર 1 ડેમમાં પાણીની આવક થતાં ભાદર 1 ડેમના 6 દરવાજા 5 ફૂટ ખોલાયા હતા. ડેમના દરવાજા ખોલાતા ભાદર નદીમાં ઘોડાપૂર આવતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે.