રાજયમાં (Gujarat State) છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ થઈ રહયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ થયો છે. કચ્છમાં (Kutch) મોસમનો 162.81 ટકા વરસાદ થયો છે. જયારે ઉત્તર ગુજરાતમાં 75.15 ટકા , મધ્ય- પૂર્વ ગુજરાતમાં 73.77 ટકા , સૌરાષ્ટ્રમાં 123.59 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 86.19 ટકા વરસાદ (Rain) થયો છે.સમગ્ર રાજયમાં 1990થી 2019 સુધી સરેરાશ 831 મીમી એટલે કે 33 ઈંચ વરસાદ થાય છે. જેની સામે ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 31 ઈંચ એટલેકે 94 ટકા વરસાદ થઈ ચૂકયો છે.
પટેલે કહયું હતું કે, રાજ્યમાં ૫૭ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મીમી થી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે ૧૨૯ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી સુધી, ૬૩ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી સુધી અને માત્ર બે તાલુકામાં ૧૨૬ થી ૨૫૦ મીમી સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે એક પણ તાલુકો એવો નથી કે જ્યાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો ના હોય. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૪.૫૭ ટકા જેટલો થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૬૨.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૩.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૬.૧૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૧૫ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૭૭ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવરની જળ સપાટી 124.52 મીટરે પહોચી
રાજ્યમાં થયેલ સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૦૩,૨૩૭ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૬૦.૮૩ ટકા જેટલો છે. હાલ ૧૨૪.૫૨ મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૦૮ જળાશયો હાઇ એલર્ટ પર, ૧૪ જળાશયો એલર્ટ પર અને ૧૭ જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૬૮ છે. રાજ્યમાં કુલ ૪૪ નદીઓ અને ૪૧ મોટા તળાવ ઓવરફલો થયા છે.