સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ તા. 25 ઓગસ્ટ-2020ની સવારે 6:00 કલાકની સ્થિતિએ છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 33 જિલ્લાનાં 242 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ (Gujarat Rains) વરસ્યો છે. જેમાં રાજ્યનાં 10 તાલુકાઓમાં ચાર ઈંચથી નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાનાં અબડાસા તાલુકામાં 225 મીમી એટલે કે નવ ઈંચ અને રાજકોટનાં ગોંડલ તાલુકામાં 179 મીમી એટલે કે સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ભાણવડમાં 165 મીમી, લખપતમાં 160 મીમી, જામ જોધપુરમાં 135 મીમી, રાધનપુરમાં 115, સાંતલપુરમાં 114 મીમી, ટંકારામાં 104 મીમી, માંડવી (કચ્છ) માં 101 મીમી અને ધોરાજીમાં 100 મીમી સુધીનો વરસાદ (Gujarat Rains) વરસ્યો છે. રાજ્યનાં 49 તાલુકાઓમાં 2થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 66 તાલુકાઓમાં 1થી 2 ઈંચ તથા 116 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.