મેઘરાજાએ ગુજરાતમાં ઘમાકેદાર રી અન્ટ્રી મારી દીધી હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાની રિ-એન્ટ્રી સાથે કાલે દેધનાધન બાદ આજે પણ વલસાડમાં રાત્રે 12 થી 2માં 2.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. ભરૂચનાં અંકલેશ્વરમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આગામી દિવસોમાં દ.ગુજરાતમાં ભારે વરસાદની વકી જોવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જીલ્લાનાં મોડાસા, શામળાજી, માલપુર, ભિલોડા પંથકમાં વરસાદએ ઘીમી ગતીએ વરસવાની શરુઆત કરી દીધી છે. અઠવાડિયાના વિરામ બાદ પુનઃ મેઘરાજાની એન્ટ્રી જોવામાં આવતા લોકો ખુશખુશાલ જોવામાં આવી રહ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તે સામાન્ય છે, પરંતુ આ વરસાદથી મગફળી, કપાસ, મકાઈના પાકને ફાયદો થવાનાં કહેણ સાથે ખેડૂતોમાં આનંદ જોવામાં આવી રહ્યો છે.
મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમનની આનંદ જોવામાં આવી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે જો કે, શરુ થયેલો વરસાદ, વહેલી સવારથી વરસી રહ્યો છે. મહાનગર અમદાવાદમાં પણ મેઘસવારી આવી ચૂકી છે અને મેગા સીટીનાં અનેક વિસ્તારોનાં ઝરમર ઝરમર વરસાદી મોહાલ જોવામા આવી રહ્યો છે.