છત્તીસગઢ પરનું હળવુ દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સામાન્ય વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાએ (Meteorological Department) જણાવ્યું હતું. હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સીસ્ટમ સક્રિય ન હોઈ અતિભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે.તેમજ ૨૪ સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે. તા. ૨૫ સપ્ટેમ્બર બાદ રાજયમાં ચોમાસુ (Monsoon) વિદાય તરફ જશે. વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮ મીમી સુધી વરસાદ નોધાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સૌથી વઘુ ૦૮ મીમી વરસાદ નોધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૨/૦૯/૨૦૨૦ અંતિત ૦૯૫.૫૫ મીમી વરસાદ થતો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૩૧.૮૪ % છે.
હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું હતુ કે હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સીસ્ટમ સક્રિય ન હોઈ અતિભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે. પરંતુ આવતી કાલે છત્તીસગઢ પરનું હળવુ દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા છે. તે ઉપરાંત કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સીસ્ટમ નબળી પડવાની હોઈ તા. ૨૪ સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ તા. ૨૫ સપ્ટેમ્બર બાદ રાજયમાં ચોમાસુ વિદાય તરફ જશે. રાજયમાં અત્યાર સુધી તા.૨૨/૦૯/૨૦૨૦ અંતિત ૧૦૯૫.૫૫ મીમી વરસાદ થતો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૩૧.૮૪ % છે.