Rajkot COVID-19 cases: છેલ્લા 13 દિવસમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા
Rajkot COVID-19 cases: રાજકોટમાં કોરોનાના કેસો સતત વધતા લોકજનોમાં ચિંતાનો માહોલ વધ્યો છે. છેલ્લા 13 દિવસમાં કુલ 37 કેસ નોંધાયા છે, જેમાંથી 4 દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ચૂક્યા છે. હાલમાં શહેરમાં 33 એક્ટિવ કેસ ચાલી રહ્યા છે અને આરોગ્ય વિભાગ સજાગ રહી પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યું છે.
આજે 1 જૂનના રોજ રાજકોટમાં 5 નવા કેસ નોંધાયા છે જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો શામેલ છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 37 પર પહોંચી છે. સાથે જ જિલ્લામાં પણ 2 નવા કેસ નોંધાયા છે. નવા કેસોના વિસ્તારોમાં માસ્ટર સોસાયટી, રૈયારોડ, ઉમા પાર્ક, અતિથિ ચોક, અને સોપાન હાઇટ્સ સમાવિષ્ટ છે.
આ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને તેમનું સ્વાસ્થ્ય સ્થિર હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ હાઇજિનનું પાલન કડક રીતે કરવા વિનંતી કરવામાં આવી છે.
કોરોના સંક્રમણ અટકાવવા માટે તાત્કાલિક રસીકરણ તથા કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તબીબનો સંપર્ક કરવા અનુરોધ છે. સિવિલ હોસ્પિટલમાં 20 બેડની વ્યવસ્થા સાથે જરૂરી દવાઓ અને સાધનો ઉપલબ્ધ છે.