Rajkot COVID-19 outbreak June 2025: ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ 822ને પાર
Rajkot COVID-19 outbreak June 2025: રાજકોટ શહેરમાં કોરોનાના કેસોમાં ફરીથી વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરની વિવિધ સોસાયટીઓ જેમ કે કિશાનપરા, પ્રગતિ સોસાયટી, નહેરૂનગર, સરકારી વસાહત ક્વાર્ટર, શક્તિ સોસાયટી અને અન્ય વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ સક્રિય કેસ 51 સુધી પહોંચ્યા છે. છેલ્લા 20 દિવસમાં રાજકોટમાં કુલ 102 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જેમાં 50 યુવાનો પણ સામેલ છે.
રાજકોટ સહિત ગુજરાત રાજ્યમાં 8 જૂન સુધીમાં નવા 183 કેસ નોંધાયા છે અને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 સુધી પહોંચી ગઈ છે. રાજકોટ સિવાય સુરત અને વડોદરા શહેરોમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સુરતમાં છેલ્લા દિવસોમાં 6 નવા પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે વડોદરામાં પણ 6 નવા દર્દીઓ નોંધાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગે લોકોએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવાની અપીલ કરી છે. સાથે જ તંત્ર તમામ સારવાર સુવિધાઓ તૈયાર રાખવા માટે સજ્જ છે.