નાસિક સ્થિત કરન્સી નોટ પ્રેસે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને 500ની 50 લાખ નોટોનો પહેલો જથ્થો સોંપી દીધો છે. એક અધિકારીએ શનિવારના રોજ કહ્યું
કે કરન્સી નોટ પ્રેસે પહેલાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને 50 લાખ 500 રૂપિયાની નોટ પહેલાં જ મોકલી દીધી છે. આ સિવાય બુધવાર સુધીમાં 50 લાખની નોટોનો બીજો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.
અધિકારીએ કહ્યું કે આ નાસિક સ્થિત પ્રેસ આરબીઆઈના એ 9 યુનિટસમાંથી એક છે જે કરન્સી નોટ છાપવાનું કામ કરે છે. આ પ્રેસમાં 20,50, અને 100 રૂપિયાની નોટ પણ મોટી સંખ્યામાં છપાય છે.500 રૂપિયાની હજુ પણ કમી છે. પ્રિન્ટિંગ પ્રેસની તરફથી નોટ રજૂ કર્યા બાદ હવે આ સ્થિતિમાં સુધારાની સંભાવના છે. સૂત્રોના મતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પહેલાં જ પોતાની મૈસૂર અને પશ્ચિમ બંગાળના સલબોની સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં નોટ છપાવી ચૂકયા છે. આ સિવાય નાસિક અને મધ્ય પ્રદેશના દેવાસ સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં પણ 500 રૂપિયાની નોટ
છપાવાનું ચાલુ છે.