Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆદાર રિ-એન્ટ્રી, ઉંંમરપાડા જળબંબાકાર, અનેક સ્થળે પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે અને ર૪ કલાકમાં ૧૮૧ તાલુકામાં વરસાદ પડ્યો છે, તે પૈકી પ૭ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં ૭ ઈંચ નોંધાયો છે.
ગુજરાતમાં ફરીથી મેઘો મંડાયો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના લીલિયામાં ૩.પ ઈંચ વરસાદ, સુરત શહેરમાં પણ ૩.પ ઈંચ વરસાદ, વડોદરામાં ૩.પ ઈંચ વરસાદ અને નવસારીમાં ર.પ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના પ૭ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી રેડ એલર્ટ છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. રાજ્યમાં સીઝનનો એવરેજ ૧ર૮ ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વિવિધ શહેરોમાં વરસાદ આવ્યો છે
જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો છે. થાનગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ છે.જામવાલી, ખખરાળી, અમરાપરમાં વરસાદ છે, તેમજ અમરેલીના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો છે. મોટા ગોખરવાળા, લાપાળિયા, સોનારિયા, રાજસ્થળી સહિતમાં વરસાદ આવ્યો છે. ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ઘોઘા પંથકમાં ધોધમાર બે ઈંચ, મહુવા પંથકમાં દોઢ ઈંચ અને તળાજા પંથકમાં એક ઈંચ વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ ૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
વડિયાના કુંકાવાવ, તોરી રામપુર, અર્જનસુખ સહિત આસપાસના ગામમાં વરસાદ આવ્યો છે. ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો છે. ગરમી ઉકળાટ પછી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતીના કપાસ, મગફળી સહિતના ઊભા પક પર સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. જેમાં વિરમગામ શહેર અને ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. વિરમગામમાં ગાજવીજ સાથે વરસાદ થતા વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા છે. તેમજ અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો છે.
મોડી રાત્રિએ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય નળકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો છે.
લાંબા વિરામ પછી મોડી રાત્રિએ વીજળીના ચમકારા સાથે વરસાદ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ ગરમી પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તેમજ જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવ્યો હતો. તેમાં જૂનાગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ થયો છે. કેશોદ, વંથલી સહિતના ગામમાં વરસાદ થયો છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં મોડી રાત્રે વરસાદ આવ્યો છે. બોડેલીના નિચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
દીવાન ફળિયામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
તેમાં છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે બોડલીના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોટ્યા છે.
સુરત જિલ્લામાં વરસાદ પડતા નવી સિવિલ હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં પાણી ભરાતા સફાઈ કર્મીઓએ પાણી ઉલેચ્યા છે. સતરામપુરામાં કેડસમા પાણી ભરયા છે. શાળાના બાળકોનું રેસ્ક્યુ કરાયું છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. દહેગામમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી દીધી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩પ થી ૪પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આ સમયગાળામાં માછીમારોને દરિયો નહીં ખુંડવા સૂચના અપાઈ છે.
આવતીકાલ માટે ભાવનગર, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ અને સુરત, અમરેલી, ગીરસોમનાથ, ભરૂચ, છોટાઉદેપર, નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળ તેમજ અરબ સાગરના ભેજના કારણે મુંબઈ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી સિસ્ટમ સક્રીય રહેશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા રહેશે.