વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકારે માહિતી આપી કે, રિલાયન્સના વડોદરા, સુરત અને અંકલેશ્વર ખાતેના યુનિટોમાં લેવામાં આવેલા પાણી બદલ સરકારે રીલાયન્સ પાસેથી ૪૪.૩૨ કરોડ જેટલો અધધ કહી શકાય એટલી રકમનો પાણી વેરો વસૂલવાનો બાકી છે.
બીજી બાજુ એસ્સાર કંપની પાસેથી પણ તેના સુરતના યુનિટમાં ૨૯.૮૭ કરોડના વેરા વસૂલવાના બાકી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે , સુરત ખાતે તાપી નદી પર આવેલા સીંગણપોર વિયરમાંથી એસ્સાર અને રિલાયન્સને પાણી પુરૂ પાડવામાં આવે છે.
અંકલેશ્વરમાં 10.87 કરોડની વસૂલાત બાકી
સુરતમાં એસ્સાર પાસેથી પાણી વેરા પેટે કુલ ૨૯.૮૭ કરોડ વસૂલવાના થાય છે જેમાંથી ગ્રેસ પીરીયડ રકમ ૨૦.૨૯ કરોડ છે જ્યારે નેટ બાકી રકમ ૯.૫૮ કરોડ છે. જે પૈકી ૫.૯૫ કરોડની પીવાના પાણીની આકારણી સામે કંપનીએ હાઇકોર્ટમાં પિટીશન કરી છે. બાકીની રકમ વસૂલવા નોટીસ અપાઇ છે. રીલાયન્સના સુરત યુનિટમાં ૨૩.૪૨ કરોડની કુલ જ્યારે ૩.૪૬ કરોડની નેટ રકમ બાકી છે. વડોદરામાં કુલ ૧૦.૦૩ કરોડ અને અંકલેશ્વરમાં ૧૦.૮૭ કરોડની વસૂલાત બાકી છે. રીલાયન્સે પણ પીવાના પાણીની ૧.૬૬ કરોડની આકારણી સામે હાઇકોર્ટમાં પીટીશન કરી છે. અને અન્ય બાકી રકમની વસુલાત માટે રિલાયન્સ અને એસ્સાર ને નોટીસ અપાઇ છે.