અવિરત વરસી રહેલા વરસાદના કારણે સેલવાસની નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદના કારણે નદીના પ્રવાહમાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયરના લાશ્કરોએ બાળકો, શિક્ષકો અને ગ્રામજનોને સહી-સલામત રીતે બહાર કાઢયા હતા.
સેલવાસથી 15 કિલોમીટર ગલોન્ડ પંચાયતના ઉમરકુઈ ડુંગરપાડા ખાતે આવેલી શાળાના બાળકો શિક્ષકો ફસાતા ડિસ્ઝટર ટીમ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી 2 ટીચર 4 બાળકો અને ગ્રામજનોને બહાર કાઢ્યા હતા.
ફાયર ઓફીસરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉંમરકૂઈ ગામ ખાતે લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લોકો પાણી ફસાયા હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ ઘટનાસ્થળે પહોંચીને તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આવી સ્થિતિ હોય તો લોકોએ સાવધ રહેવાની જરૂર છે અને સતર્કતા રાખવામાં આવે તે આશ્યક છે.