Revenue Department : ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ખેતીની જમીન માટે ટાઈટલ ક્લિયર અને કબજેદાર પ્રમાણપત્ર માટે નક્કી કરાઈ ફી
Revenue Department : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ખેતીની જમીન સંબંધિત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે ખેતીની જમીન માટે ટાઈટલ ક્લિયરન્સ તથા કાયદેસર કબજેદાર હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલ ફી ચૂકવવી ફરજિયાત બની છે.
માહિતી અનુસાર, જે વિસ્તારોની વસ્તી 1 લાખ કરતા ઓછી છે ત્યાં ચોરસ મીટર દીઠ ફી 1 રૂપિયા લેવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે 1 લાખથી વધુ વસ્તીવાળા વિસ્તારોમાં આ ફી ચોરસ મીટર દીઠ 5 રૂપિયા વસુલાશે.
અહીં ખાસ નોંધનીય છે કે આ ફી પ્રોસેસિંગ ફી તરીકે ગણવામાં આવશે અને જમીનના દસ્તાવેજીકરણની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો સરકારનો પ્રયાસ છે.
આ નિર્ણયથી ખેડૂતો તથા જમીનના માલિકોને અધિકૃત પ્રમાણપત્ર મેળવવા માટે વધુ સ્પષ્ટતા અને નિયમિતતા મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.