Sabarmahti blast parcel : યુવકે કલાર્કના ઘરે પાર્સલ મોકલ્યા બાદ બ્લાસ્ટ, પાર્સલ મેળવનારના હાથ ફાટી ગયા
પાર્સલમાં બ્લાસ્ટ થતા બળદેવભાઈના ભાઈને ઈજા થઈ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
પાર્સલ આપનાર વ્યક્તિ ગૌરવ ગઢવીને પોલીસે ઝડપી પાડ્યો, બનાવની પાછળ પારિવારીક ઝઘડો હોવાનું સામે આવ્યું
અમદાવાદ, શનિવાર
Sabarmahti blast parcel : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ એક ઘરમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાથી ભારે હલચલ મચી ગઈ. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક એવું નિવેદન આવ્યું છે કે, આ બનાવ હાઈકોર્ટના ક્લાર્ક સાથે કામ ન થવાથી ગુસ્સામાં આવેલા શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો.
સવારના સમયે, બળદેવભાઈ સુખડિયા જ્યારે તેમના ઘરે આવેલા પાર્સલને ખોલી રહ્યા હતા, ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાથી બળદેવભાઈના કાકા દીકરાને ઈજા પહોંચી અને પાર્સલ લાવનાર વ્યક્તિના હાથ પણ ફાટી ગયા હતા.
બળદેવભાઈએ જણાવ્યું હતું કે, આ પાર્સલ તેમણે મંગાવ્યું નહોતું. પોલીસે પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે. પારિવારિક ઝઘડામાં બ્લાસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટમાં દારૂખાનાનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પાસે બ્લાસ્ટ કરાવનારી વ્યક્તિઓનાં નામ આવી ચૂક્યાં છે, જેને લઈને તપાસ ચાલી રહી છે.
પોલીસના તપાસ અનુસાર, આ વિસ્ફોટ ચોક્કસ રીતે પરીવારિક ઝઘડાના કારણે થયો છે, અને તે હાઈકોર્ટના ક્લાર્ક સાથે કોર્ટના કામને લઈ તણાવનું પરિણામ હતું. પોલીસએ આ મામલામાં તપાસ શરૂ કરી છે.
પોલીસે નોંધેલી વધુ તપાસમાં પાર્સલ આપનાર વ્યક્તિનું નામ ગૌરવ ગઢવી હોવાનું જાણવા મળ્યું છે. FSL અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.