સત્ય ડે દૈનિકે સૌ પ્રથમવાર ત્રણ દિવસ અગાઉ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા છોટાઉદેપુર નગર પાલિકા બસપાને ફાળે જશે.
છોટાઉદેપુર નગર પાલિકાની ચુંટણીમા સૌથી વધુ બેઠક મેળવનાર બસપાને અપક્ષો સહિત કોંગ્રેસ ની એક મહિલા સભ્યનો ટેકો ,તો બસપાની બહુમતિ થતા કોંગ્રેસ ભાજપ ને સત્તાથી વિમુખ રહેવાનો વારો ચુટણી અધિકારી છોટાઉદેપુર નેપૂછતા તેઓએ જણાવ્યું હતુ. કે તા.25-02-2018 ના રોજ સેવા સદન છોટાઉદેપુર ખાતે નગરપાલિકા પ્રમૂખ તેમજ ઉપપ્રમુખ ની ચુટણી યોજાશે.
ગત 17 મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલ છોટાઉદેપુર નગર પાલિકાની ચુંટણીમા આ વખતે ત્રીજા મોર્ચા તરીકે ચુંટણી જંગમા ઉતરેલ બસપાએ 28 માથી સૌથી વધુ 9 બેઠકો મેળવી સતાધારી કોંગ્રેસ ને પછ્ડાટ આપી છે. કોંગ્રેસ ના ફાળે 8 અને ભાજપના ફાળે માત્ર 4 બેઠકો આવી છે,મહ્ત્વની વાત એ છે કે આ ચુંટણીમા ટીકીટોની વહેંચણીમા કોંગ્રેસના શહેર પ્રમુખ આદમ સુરતી સહિત યોગ્ય ઉમેદવારોની બાદબાકી કરી આપખુદ્શાહી ચલાવનાર કોંગ્રેસના દીગ્ગજ ગણાતા પાલિકાના પ્રમુખ અને પુર્વ રેલ્વે રાજ્ય મંત્રી નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા અને પત્નિ મંજુલા રાઠવાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે,ત્યારે હવે ટીકીટ ન મળતા કોંગ્રેસ સામે અપક્ષ ચુંટણી લડી ત્રણ ઉમેદવારોને જિતાડનાર આદમ સુરતીએ બસપાને ટેકો જાહેર કર્યો છે તો સાથે સાથે અન્ય એક અપક્ષ ,બે બીટીપી ઉપરાંત કોંગ્રેસમાથી વિજેતા થયેલા વોર્ડ નમ્બર પાંચ ના મહિલા સભ્ય નજમા અજમેરી એ પણ બસપાને ટેકો આપવાની વાત કરતા આગામી દીવસોમા બસપા સત્તાનુ સુકાન સમ્ભાળશે તેમ નિશ્ચિત લાગી રહ્યુ છે, ટેકો આપનાર અપક્ષ સભ્યો સહિતનાઓ પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણી ન થાય ત્યા સુધી અજ્ઞાત સ્થળે સહેલગાહે જવા રવાના થઈ પણ ગયા છે,બીજી તરફ પોતાની પાસે આઠ બેઠકો હોવા છતા બોર્ડ રચવા કોંગ્રેસ તરફથી કોઈ નક્કર પ્રયત્નો કરવામા નથી આવી રહ્યા,અને કોંગ્રેસ દ્વારા બસપાને બીન શરતી ટેકો આપવાની ઓફર કરવા છતા બસપાએ એને ન સ્વીકારતા કોંગ્રેસ દયનીય સ્થિતિ મા લાગી રહ્યુ છે, ત્યારે આગામી દીવસોમા કોંગ્રેસના વધુ અન્ય સભ્યો બસપાને પોતાનો ટેકો જાહેર કરે તેમ લાગી રહ્યુ છે.