સુરતના ઓલપાડના ઉમરા ગામે રહેતો વિકૃત માનસિકતા ધરાવતા એક નરાધમે વેલંજા ગામની બે સોસાયટીઓની નાની બાળકીઓની છેડતી કરી તેને લલચાવી-ડરાવી અપહરણ કરવાની કોશિષ કરી રહ્યો હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકમાં થઈ હતી.જેના પગલે પોલીસે આ શખ્સ ગંભીર ગુનો આચરે તે પહેલા આગમચેતી બતાવી ઝડપી લીધો હતો.
કામરેજના વેલંજા ગામે અબ્રામા રોડ ઉપર આવેલ રહેઠાણની બાજુમાં આવેલ સ્વાગત સોસાયટીમાં રહેતા બીજા બે વ્યક્તિઓની દીકરીઓને એક નરાધમ છેલ્લા બે માસથી સફેદ કલરની એકટીવા ઉપર આવી નાની બાળકીઓ ને ચોકલેટ આપી બોલાવી છેડતી કરી લલચાવી,ડરાવી ઉપાડી જઇ અપહરણ કરવાની કોશિષ કરી રહ્યો છે.જેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે કરાઈ હતી.
સુરત ગ્રામ્ય ડીવાયએસપી બી.કે.વનારે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઇ કામરેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.બી.ભટોળને વોચ રાખવા સુચના આપી હતી.જે સુચના આધારે આર.બી.ભટોળે ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ શરૂ કરી હતી.કામરેજ પોલીસ સે બાતમીના આધારે ભાવેશ ઉર્ફે ભાવિન ધનજી શિંગાળા હાલ રહે.ઘર નં-૨૦,ભવ્ય મંદિર સોસાયટી,ઉમરા ગામ,તા. ઓલપાડ(મુળ વતની-કુકાવાવ ગામ,તા.વડીયા, જિ.અમરેલી)ને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.પોલીસે આ નરાધમ વિરુદ્ધ પોસ્કો અકેટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.