Scholarship: સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, વાલીઓ માટે ભારે માથાપચ્ચી
Scholarship: સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠા વીંધવા જેવું કઠિન કામ
Scholarship: શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા
Scholarship: સરકારી પ્રથમિક શાળાઓમાં આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તી આપવામાં આવે છે. સામાન્ય રકમનો મળતો આ લાભ લેવા વિદ્યાર્થીઓના વાલીઓ માટે માથપચ્ચી સમાન બાબત બની રહી છે. આ લાભ માટે કરવાની કાર્યવાહી છાત્રોથી તો શક્ય ન હોઈ વાલીઓએ જ તમામ પ્રક્રિયા કરવાની હોઈ તેઓ ભારે કઠણાઈનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
1650-1950 રુપિયાની શિષ્યવૃત્તી માટે મોટી ભાંગજડ
સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓને 1650/- રૂપિયા અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓને 1950/- રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.જેની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે વિદ્યાર્થી અને અને વાલી આધારકાર્ડ કઢાવવા માટે અને ધક્કા ખાધા પછી,લાઈનમાં ઉભા રહ્યા બાદ મહા મુસીબતે આધારકાર્ડ કઢાવે છે ત્યારબાદ ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા ખાય છે,બાળકનું બેંક ખાતું બેંક ખોલી આપતી નથી.ઘણા બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી પાંચ હજાર જેટલી રકમ બેંકમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપે.
વિગતોની ભરમાર વાલીઓને ચકરાવે ચઢાવે છે
શાળા કક્ષાએ ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવકનો દાખલો કઢાવવાનો જાતિનો દાખલો કઢાવવાનો ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ પૂરું નામ,માતાનું નામ જન્મતારીખ,જિલ્લો,તાલુકો વસાહત,ઘરનું સરનામું, પીનકોડ માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ,શારીરિક ખોડ ખાંપણ,કુંટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર,વિદ્યાર્થીનું આધાર સ્ટેટ,આધાર નંબર રેશનકાર્ડ નંબર,આધાર kyc બેંક ડિટેઈલ IFSC કોડ,બેંક એકાઉન્ટ નંબર,વગેરે વિગતો અપલોડ કરવાની જો આધારકાર્ડ અપડેટ હોય,રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો અને તો જ દરખાસ્ત સબમિટ થાય છે નહીંતર થતી નથી.
કલાકમાં માંડ 10 દરખાસ્તોની જ ઓનલાઈન એન્ટ્રી થાય છે
ગુજરાત ડીઝીટલ સાઈટ ખુબજ ધીમી ચાલતી હોય વારંવાર એરર આવતી હોય,વહેલી સવારે જાગીને શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે અત્યાર સુધીમાં માંડ 40% બાળકોની દરખાસ્ત થયેલ છે એમાં વળી,e-kyc ન હોય તો દરખાસ્ત થતી નથી,e-kyc કરવા માટેની પ્રક્રિયા પણ ખુબજ જટિલ છે.
જેમાં PDS+ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે OTP શિક્ષક વાલી પાસે માંગે વાલી OTP આપે OTP જનરેટ કરે ત્યારે આધાર કેવાયસી કરે સુચનાઓ વાંચી,રેશનકાર્ડ નંબર દાખલ કરવા રેશનકાર્ડ દાખલ કરે એટલે ફરી પાછો વાલીના મોબાઈલ નંબરમાં OTP આવે શિક્ષક OTP માંગે OTP દાખલ કરવાનો ત્યારબાદ રેશનકાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું e-kyc બાકી હોય એના નામ પર ટિક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે એ OTP વાલી પાસે માંગવો અપલોડ કરવો ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે,ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેઈલ ખુલે એમાં ટીક કરી સબમિટ ફોર એપૃવલ આપીએ ત્યારે e-kyc પૂરું થાય અને ત્યારબાદ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે.
વલસાડ જિલ્લા પ્રાથિમક શિક્ષણાધિકારીનો પરિપત્ર
હાલ SC ,ST ,OBC વિધાર્થીઓની પ્રી મેટ્રીક સ્કોલરશીપની ઓનલાઇન કમાગીરી ચાલી રહી છે.તે સંદર્ભે વલસાડ જિલ્લામાં 15000 થી વધુ વિધાર્થીઓના નામ રેશનકાર્ડમા ચઢાવવા આવેલા નથી.એ મુશ્કેલી દૂર કરવા માટે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપવામાં આવેલ છે કે જે વિધાર્થી કે જે વાલી રેશનકાર્ડમા નામ ચઢાવવાની રજુઆત કરે તો ગ્રામપંચાયતો રવિવારે પણ ચાલુ રાખવી જેથી શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં વિધાર્થીઓની રેશનકાર્ડ સંબંધિત મુશ્કેલી ગ્રામ પંચાયતમાં જઈ રેશનકાર્ડમાં અપડેટ કરવી શકાય. અને બેન્ક ખાતની સમસ્યા હોય તો સોમવાર થી નજીકની પોસ્ટ ઓફીસમાં જઈ કામગીરી પૂર્ણ કરવાની રહશેસુચના અપાઈ છે.
લાંબી-જટિલ પ્રકિયાથી કંટાળી વાલીઓ શિષ્યવૃત્તી છોડી દે છે
આટલી બધી પ્રક્રિયા વાલીઓ પોતાના કામના ભોગે,મજુરીના ભોગે કરવી પડતી હોય, ઘણાં બધાં કંટાળીને વાલીઓ કહે છે કે રહેવા દો સાહેબ મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી આમ માત્ર 1650/- જેટલી નજીવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવા સાત કોઠા વીંધવા જેવું કામ છે.
સરળ ફોર્મેટનું સુચન
જો ખરેખર સરકારને શિષ્યવૃત્તિ આપવી જ હોય અને એ માટેની પ્રક્રિયા સરળ કરવી હોય તો આટલું નાનું ફોર્મેટ જ રાખવું જોઈએ.
1)ક્રમ
2)વિદ્યાર્થીનું નામ
3)બેંક ખાતા નંબર
4)બેંક
5)IFSC કોડ
6)જમા આપવાની રકમ
શિષ્યવૃત્તીનો હેતું જ માર્યો ગયો
જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો એનો આખો હેતુ જ માર્યો ગયો.
હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતરને અસર થાય એવી નોબત આવી ગઈ છે. હકીકતમાં તો સરકારે આ યોજનાનો લાભ ખરા લાભાર્થીઓને પહોંચાડવો હોય તો આના માટેની પ્રક્રિયા સરળ બનાવવી જરૂરી છે.