હવામાન ખાતાએ મંગળવારથી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપેલી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તેમજ ઉત્તર ગુજરાત, મહેસાણા, ખેડા, આણંદનો પણ સમાવેશ થાય છે.હવામાન વિભાગની રાજ્યભરમાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ગુરુવારનો દિવસ પણ પાણીદાર રહે તેવી પુરેપુરી શક્યતા હવામાન વિભાગ કરી રહ્યું છે. હવામાન ખાતાની માહિતી મુજબ, 29 ઓગસ્ટે ફરી લો પ્રેશર સક્રિય થશે. માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ રાજ્યમાં સારો વરસાદ વરસશે તેવું હવામાન શાસ્ત્રીઓનું માનવું છે.
તમને જણાવી દઇએ કે, 29 ઓગસ્ટે રાજ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હતી, તેની સાથે હાલ મળી રહેલા અહેવાલ મુજબ અન્ય એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઇ છે. એટલે કે રાજ્ય પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની આશા સેવવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદીઓને રાહત મળે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવાની ગતિ 45થી 55 કિ.મી.ની રહેશે. જેથી દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઇ છે. રાજ્યમાં હાલ સરેરાશ 91 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો પ્રેશરને પગલે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થવાની આશા હવામાન વિભાગે સેવી છે. રાજ્યમાં આજથી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય 2 દિવસ સુધી મહિસાગર, ખેડા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે.