વિધાનસભાની ચૂંટણી નજીક આવતા એક બાદ એક સંગઠનો પોતાની પડતર માગણીઓને લઇ સરકાર સામે મેદાને ઉતર્યા છે. જાણે કે હવે સરકારી કર્મીઓ પોતાની જુદી-જુદી માગણીઓને સરકાર સામે લડી લેવાનું મૂડ બનાવી લીધું છે ચૂંટણીને લઇ સરકાર તેમની માગણીઓ પણ સ્વીકારશે તેવી તેમની આશા છે આજે પણ ગાંધીનગરમાં આંદોલનના માહોલ જોવા મળ્યુ છે
ગાંધીનગર જુના સચિવાલય ખાતે સરકાર કર્મચારીઓ એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો સચિવાલયના અલગ-અલગ વિભાગમાંથી સરકારી કર્મીઓ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યુ અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને ગતરોજ રાજ્યસરકાર દ્રારા કર્મચારી સંયુક્ત મોરચા મંડળના 14 જેટલી માગણીઓની સ્વીકાર કર્યુ હતુ અને સોમવારથી તમામ કર્મચારીઓને કામે લાગી જવા આદેશ કર્યા હતા તેમજ હડતળિયા કર્મચારીઓને આડકતરી રીતે ચીમકી આપતા કહ્યુ કે જે કર્મચારીઓ સોમવારથી નોકરીએ પરત નહી ફરે તો તેને આ લાભ મળશે નહી પરંતુ હજુ પણ વિવિધ સંગઠનો ગાંધીનગર ખાતે ધામ નાખીને બેઠા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.