ગુજરાતની જનતાને ભરમાવાનું કામ કરનાર સી.આર.પાટીલ પર ‘આપ’ નેતા ઈસુદાન ગઢવીએ કર્યા આકરા પ્રહારો.
સી.આર.પાટીલે ફરી એકવાર ગુજરાતની જનતાનું અપમાન કર્યું: ઇસુદાન ગઢવી
સી.આર.પાટીલજીએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ: ઈસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરી બતાવ્યા છે, પંજાબમાં જે મફત વીજળીના વાયદા કર્યા હતા એ પૂરા કરી બતાવ્યા: ઇસુદાન ગઢવી
ગુજરાતની જનતાને જે હકો મળવા જોઈએ, એ ના મળે એના માટે સી.આર.પાટીલ ષડ્યંત્રો રચી રહ્યા છે: ઇસુદાન ગઢવી
શું સી.આર.પાટીલ જાણે છે કે ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં કેટલા પેપર ફૂટ્યા છે?: ઇસુદાન ગઢવી
આજે સી.આર.પાટીલ લાખો યુવાન ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે: ઇસુદાન ગઢવી
ગુજરાતની જનતાને સારું મળે તેનો માનસિક રીતે સી.આર.પાટીલજી વિરોધ કરે છે: ઈસુદાન ગઢવી
ગુજરાતની જનતાનું અપમાન કરતા પહેલા સી.આર.પાટીલજી પહેલા 100 વાર વિચારે, કેમ કે ગુજરાતની જનતા તમને ચૂંટણીમાં જવાબ આપશે: ઈસુદાન ગઢવી
પોલીસ એક ડિસિપ્લિન ફોર્સ હોવા છતાં તેમણે સ્ટેટસમાં વિડિયો મૂક્યા કેટલી હદે તે પીડિત હશે, પણ તમે તેમની માંગ પુરી ન કરી: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી જ ગુજરાતની જનતા માટે કંઈક કરશે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, આજે ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. ફરીથી મફત મફત કરી અને ગુજરાતની જનતાને જે હકો મળવા જોઈએ એ ન મળે એના માટેના ષડયંત્રો રચી રહ્યા છે. તેઓ કહે છે કે ” અરવિંદ કેજરીવાલજી દિલ્હીથી આવે છે અને ખોટા વચનો આપે છે, નોકરીઓના ખોટા વચન આપે છે, ચાઈનીઝ વચન આપે છે” હું સી.આર.પાટીલજીને એટલું જ કહીશ કે તમે હદ કરો છો કારણ કે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં જે જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરી બતાવ્યા છે, પંજાબમાં જે મફત વીજળીના વાયદા કર્યા હતા એ પૂરા કરી બતાવ્યા.
ગુજરાતમાં આટ આટલા પેપર ફૂટે છે, તો શું એના માટે એક પણ જવાબદાર નેતા જેલમાં ગયા? તમે નોકરીની લાલચની વાત કરો છો તો શું તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં કેટલા પેપર ફૂટ્યા છે? અને એ જે પેપર ફૂટ્યા છે એના માટે કયા મંત્રી કે નેતા જેલમાં ગયા? આજે તમે લોકોએ લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે.
તમે વીજળી ફ્રી લો છો અને ભાજપના પેજ પ્રમુખને વીજળી ફ્રી મળે તો તમને પીડા થાય છે. તમે ભાજપના કાર્યકર્તાઓનો પણ વિરોધ કરો છો, એ લોકોને કંઈ ન મળવું જોઈએ, કેમ બધું તમને એકલાને જ મળવું જોઈએ? સી.આર.પાટીલે જે ગુજરાતની જનતા પર નિવેદન કર્યું છે, ગુજરાતની જનતાનું અપમાન કર્યું છેે. હું સમજુ છું કે ગુજરાતની જનતાને સારું મળે તેનો માનસિક રીતે તમે વિરોધ કરો છો. ગુજરાતની જનતાની તમારે માફી માંગવી જોઈએ અને ગુજરાતની જનતાનું અપમાન કરતા પહેલા સી.આર.પાટીલજી પહેલા 100 વાર વિચારે, કેમ કે ગુજરાતની જનતા તમને ચૂંટણીમાં જવાબ આપશે, જડબાતોડ જવાબ આપશે.
આજે કેટલાય કર્મચારીઓને અરવિંદ કેજરીવાલજી પર વિશ્વાસ છે. તેમના કામ તમે પહેલા કરી દીધા હોત તો આવું ન થાત, પોલીસ એક ડિસિપ્લિન ફોર્સ હોવા છતાં તેમણે સ્ટેટસમાં વિડિયો મૂક્યા કેટલી હદે તે પીડિત હશે, પણ તમે તેમની માંગ પુરી ના કરી, ચિંતા નહીં હવે બે મહિના છે તમે નિવેદનો કરો ગુજરાતની જનતા જવાબ આપશે અને પછી આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈક કરશે.