સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ તેમના હજારો ટેકેદારો સહિત ‘આપ’માં જોડાયા.
સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ ઈસુદાન ગઢવીના હાથે ખેસ પહેરીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.
જે લોકો જનતા માટે કામ કરવા માંગે છે તેવા લોકો મોટી સંખ્યામાં રોજેરોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
આજે ગુજરાતમાંથી ભાજપને સત્તાથી બેદખલ કરી શકે એવો એક જ પક્ષ છે એ છે આમ આદમી પાર્ટી: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ જનતાના આશીર્વાદના કારણે ભાજપ પોતાના કોઈપણ દુષ્કૃત્યમાં સફળ થયું નથી: ઈસુદાન ગઢવી
અમદાવાદ/જામનગર/ગુજરાત
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી સક્રિય રાજનીતિમાં ઉતરી છે ત્યારથી જનતાના મુદ્દાઓ વિશે ચર્ચા થવા લાગી છે. અને એ કારણે જ ભ્રષ્ટ ભાજપ પાર્ટીની ઊંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ જનતાના આશીર્વાદના કારણે ભાજપ પોતાના કોઈપણ દુષ્કૃત્યમાં સફળ થયું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર, કાર્યકર્તાઓ ઉપર વારંવાર હુમલા થાય છે તથા આમ આદમી પાર્ટીના પોસ્ટર બેનરને ફાડી નાખવાની ઘટનાઓ પણ વારંવાર બને છે અને આ બધી ઘટનાઓ જનતા જોઈ રહી છે અને સમજી રહી છે કે આજે ગુજરાતમાંથી ભાજપને સત્તાથી બેદખલ કરી શકે એવો એક જ પક્ષ છે એ છે આમ આદમી પાર્ટી અને એટલા માટે જ સમગ્ર ગુજરાતમાં જે લોકો જનતા માટે કામ કરવા માંગે છે તેવા લોકો મોટી સંખ્યામાં રોજેરોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ તેમના હજારો ટેકેદારો સહિત આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીના હાથે ખેસ પહેરીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અશોકભાઈ રાઠોડને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારતા ઈસુદાનભાઈ ગઢવીએ ખુશી વ્યક્ત કરતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા આશા વ્યક્ત કરી હતી. આ વેળાએ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠક્કર અને ઉપપ્રમુખ હિતેશ મકવાણા, આંબાભાઈ ગજેરા, દિલીપભાઈ ગોહિલ, રામજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને એમણે અભિનંદન પાઠવ્યા હતા.
અશોકભાઈ રાઠોડ છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક તેમજ જનહિતના મુદ્દે કાર્ય કરી રહ્યા છે અને રાપર તાલુકા સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં યુવાઓ તેમજ પછાત વર્ગમાં મોટું નેટવર્ક ધરાવે છે. તેમજ વાગડ પંથકની દરેક સમસ્યાઓ અને સામાજિક મુદ્દાઓ પર આંદોલન થકી ચર્ચામાં રહે છે. સાથે જ અનુસુચિત જાતિ તેમજ વંચિત સમુદાયોમાં નામના ધરાવે છે. અશોકભાઈના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ખાસ વાગડ પંથકમાં પાર્ટીને મોટો ફાયદો થશે. અશોકભાઈ રાઠોડ ના આમ આદમી પાર્ટીમાં જોડાવાના મેસેજ વાયરલ થતાં ગુજરાતભરમાંથી તેમના સમર્થકો તેમજ હિત ચિંતકો દ્વારા અભિનંદન મળી રહ્યા છે.
આ પ્રસંગે વધુમાં અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે હું ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમજ ભગતસિંહની વિચારધારાથી પ્રેરિત થઈને સંવિધાન બચાવવાની તેમજ દેશમા સાચું લોકતંત્ર લાગુ કરવા આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આગામી દિવસોમાં પાર્ટીને વધુ મજબૂત બનાવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શાસન સ્થાપિત કરવા નિરંતર લોકોના સંપર્કમાં રહી પાર્ટીની વિચારધારાથી લોકોને પ્રેરિત કરતો રહીશ.