Somnath temple: ગુજરાતના સોમનાથ મંદિરના દ્વાર ખૂલે એ પહેલાં જ ધાર્મિક સ્થળો સહિતનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂઆત
Somnath temple: પોલીસનો જડબેસલાક બંદોબસ્ત, 70 લોકોની અટકાયત સ્પેશિયલ ફરજ પર અગાઉ ફરજ બજાવી ગયેલા અધિકારી બોલાવ્યા …..
Somnath temple: જગવિખ્યાત ગુજરાતના સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ત્રણથી વધુ જેટલાં ધાર્મિક સ્થળો સહિતનાં અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતનાં સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઈતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યાં છે.
શહેરમાં શાંતિ બની રહે એ માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઇન્ટો પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.ઉલ્લખનીય એ છે કે ગીર સોમનાથ અગાઉ ફરજ બજાવી ગયેલા અધિકારી આ બંદોબસ્ત રાખ્યા છે…સુરત ના મદદનીશ પોલીસ ક્મીસ્નાર એસ ટંડેલ પણ તાત્કાલિક સોમનાથ બોલવામાં આવ્યા હતા
વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયું.
1200થી વધુ પોલીસ જવાનનો સ્ટાફ ખડકાયો
ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસનાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતાં મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડિયા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત 3 SP, 6 Dy.SP, 50 PI તથા PSI સહિત ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર ત્રણ જિલ્લાનો 1200 જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે SRP કંપનીનો બંદોબસ્ત તહેનાત કરી કામગીરી શરૂ કરાવી હતી.ઉલ્લેખનીય સુરત ના મદદનીશ પોલીસ ક્મીસ્નાર એસ ટંડેલ પણ તાત્કાલિક સોમનાથ બોલવામાં આવ્યા હતા તે હંમેશા તટસ્થ અને નિર્પક્ષ તાપસ કરી છે જેના લઈને રાજ્ય સરકાર ધ્વરા તેમને સ્પેશિયલ બંદોબસ્ત બોલાવ્યા હતા