સમગ્ર દેશ માં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પાડવા ના નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી છે.જ્યારે ગુજરાત માં તાપી જિલ્લા માં વસવાટ ધરાવતા મહારાષ્ટ્યન લોકોએ ઘરે ઘરે ગુડી (સીતા માતા ) ની પ્રતિમા સ્વરૂપે લાકડી ઉપર સાડી-બ્લાઉઝ પહેરાવી ઉપર કળશ મૂકી ફૂલ હાર-હારડા પહેરાવી પૂજા-આરતી કરી એક બીજા ને અન્ય અન્ય સમાજ ના લોકો ને નવા વર્ષ ની શુભેચાઓ પાઠવી ઉત્સવ મનાવ્યો…
તાપી જિલ્લા ના વ્યારા-સોનગઢ ખાતે મહારાષ્ટ્રીયન સમાજ ના નવા પર્વ એવા ગુડી ની શુભેચ્છ આપી ઉત્સવ ઉજવી રહ્યા છે.હિન્દૂ ધર્મ ની પવિત્ર આસ્થા સાથે વર્ષો થી મરાઠી સમાજ ઘરે ઘરે ગુડી એટલેકે (સીતા માતા ) ની પ્રતિમા સ્વરૂપે લાકડી ને સાડી અને ચોળી થી શણગારી માથે કળશ મૂકી હારડા અને લીમડા સાથે ફુલહાર-પૂજા-આરતી કરી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.જ્યારે નવા વર્ષ ના દિવસે ગોળ-લીમડો ખાઈ ને આખું વર્ષ આરોગ્યપ્રદ નીવડે તેવા હેતુ થી ઉત્સવ મનાવવા માં આવે છે. કહેવાય છે કે શ્રી રામચંદ્ર પ્રભુ 14 વર્ષ વનવાસ બાદ અયોધ્યા પાછા આવે છે .ત્યારે સમગ્ર અયોધ્યા નગરી શણગારી ને માતા સીતાજી નું સ્વાગત કરવા ઉત્સુક હોય રંગેચંગે ગુડી પાડવા ના દિવસે ઉત્સવ મનાવે છે.જે પવિત્ર તહેવાર ને લઈને મહારાષ્ટ્રીયન સમાજ આજ ના ગુડી પાડવા ના દિવસે ગુડી માતા ને ઉભી કરી ઉત્સવ મનાવે છે.દરેક મહારાષ્ટ્રીયન સમાજ નો નવું વર્ષ કહેવતો ગુડી પાડવાના પવિત્ર તહેવાર પર દરેક સમાજ ના લોકો ને હાર્દિક શુભેચ્છા ઓ પાઠવે છે.ઘરે ઘરે જઈ મહિલાઓ પુરુષો નવા વર્ષ સાથે એકબીજા ને મળી ઉત્સવ મનાવે છે.