નિખિલ સવાણી અને નરેન્દ્ર પટેલના વિસ્ફોટ નિવેદનો બાદ ભાજપ ફરી એક વાર બેકફૂટ પર આવી ગયો છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે અચાનક પટેલ અને ઓબીસીને બોર્ડ નિગમની લ્હાણી કરી પણ અસંતોષ રોકવાનો નામ નથી લેતો।
એક તરફ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે તો હાર્દિક અને જીગ્નેશ મેવાણીની મિટિંગ કરાવવા ભારતસિંહ તલપાપડ છે. ત્યારે અમિત શાહની ઊંઘ હરામ થઇ ગઈ છે. પાટીદાર ઓપરેશન નિષ્ફળ ગયા પછી અમિત શાહ નવી બાજી ચીપવાના મૂડમાં છે. જ્ઞાતિવાદના નવા સમીકરણો ઠીક કરવાના મૂડમાં છે જેથી અમિત શાહ 25 ઓક્ટોબરના બદલે વધુ બે દિવસ રોકાશે।27 ઓક્ટોબર સુધી સોસીયલ એન્જીન્યરીંગ કરી ઉમેદવારીમાં નવેસરથી આયોજન કરશે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોની પસંદગી ઉપર મહોર મારી દિલ્હી જશે.