ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં 21 થી 24 જૂન સુધીમાં ભારે વરસાદની વકી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના અમદાવાદ સહિતના શહેરોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે
અરબી સમુદ્રમાં સાયકલોનીક સર્ક્યુલેશનને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21મી જૂનથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની વકી છે. આ સાથે દક્ષિણ અને ઉત્તર ગુજરાત દરીયાઈ તટના માછીમારોને દરિયો ન ખેડવા માટેની હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છ