SPIPA Vacancy 2025: સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા માટે રાજ્ય સરકારની તાકીદ
SPIPA Vacancy 2025: રાજ્યની અગ્રણી પ્રશાસકીય તાલીમ સંસ્થા SPIPA તથા તેના તમામ કેન્દ્રો માટે રાજ્ય સરકારે તમામ વિભાગોને તાત્કાલિક ભરતી માટે સૂચના પાઠવી છે. 20 જુલાઈ, 2025 સુધીમાં રસ ધરાવતા કર્મચારીઓની વિગતો રીમાર્ક્સ સાથે આપવા કહ્યું છે.
કુલ 40થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે પગલા
SPIPA અને તેના જિલ્લાવાર કેન્દ્રોમાં કુલ 40થી વધુ જગ્યાઓ ખાલી છે. અહીં વિવિધ વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 ના હોદ્દા માટે તક ખુલ્લી મુકાઈ છે.
શહેરવાર ખાલી જગ્યાઓનું વિભાજન
SPIPA અમદાવાદ: 11 જગ્યાઓ
RTC વડોદરા: 5 જગ્યાઓ
RTC સુરત: 3 જગ્યાઓ
RTC રાજકોટ: 2 જગ્યાઓ
RTC મહેસાણા: 6 જગ્યાઓ
સચિવાલય તાલીમ કેન્દ્ર, ગાંધીનગર: 4 જગ્યાઓ
SPIPA કેમ્પસ, ગાંધીનગર: 1 જગ્યા
RTC ભાવનગર: 1 જગ્યા
વિભાગો વચ્ચે નિયુક્તિમાં થાય છે વિલંબ
મહત્વનું છે કે સ્પીપા દ્વારા પસંદ કરાયેલ કર્મચારીઓને વિભાગો સમયસર ફરજ માટે મોકલતા નથી કે ફરજ મુક્ત કરતા નથી. પરિણામે તાલીમ કાર્યમાં વિલંબ થાય છે.
રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે કે જો આ જગ્યાઓ તાત્કાલિક ન ભરાય તો આગામી સમયમાં તાલીમ કામગીરી ઉપર તેની નકારાત્મક અસર થઈ શકે છે.