STAMP DUTY : સ્ટેમ્પ ડ્યુટી પર સરકારનો મોટો નિર્ણય, નાગરિકોને મળશે આર્થિક રાહત
STAMP DUTY : ગુજરાત સરકાર દ્વારા સામાન્ય નાગરિકો, મિલકતધારકો અને ઉદ્યોગકારોને સીધો નાણાકીય લાભ મળે તે હેતુથી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ–1958માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે આ નવો નિર્ણય લીધો છે, જે 10 એપ્રિલ 2025થી અમલમાં આવશે.
મૂખ્ય મુદ્દાઓ પર નજર:
વારસાની મિલકતમાં હક્ક કમી હવે ₹200માં:
અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા જો મિલકતમાં હક્કનો દાવો કરવો હોય તો હવે ફક્ત ₹200ની સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કરી શકાય છે.
લોનના દસ્તાવેજ પર મોટી રાહત:
₹1 કરોડ સુધીની લોન માટે હવે મહત્તમ ₹5,000 ડ્યુટી
₹10 કરોડથી વધુ લોન માટે ₹8 લાખની મર્યાદા વધારીને ₹15 લાખ
એકથી વધુ બેંકમાંથી લોન લેતાં મહત્તમ ₹75 લાખ સુધી ડ્યુટી નક્કી
જામીનગીરીના દસ્તાવેજ માટે ફિક્સ ડ્યુટી:
હવે વધારાની જામીનગીરી માટે ફક્ત ₹5,000 ડ્યુટી ભરવી પડશે.
ભાડા દસ્તાવેજ માટે નવી જોગવાઈ:
રહેણાંક માટે ફિક્સ ડ્યુટી ₹500
વ્યાપારી દસ્તાવેજ માટે ₹1,000
ડ્યુટી ઓછી ભરવા પર દંડની જોગવાઈ:
અરજદાર પોતાની ઈચ્છાથી ડ્યુટી ચૂકવે તો માસિક 2% વ્યાજ, મહત્તમ 4 ગણી રકમ
જો તંત્ર દ્વારા પકડાય તો માસિક 3% વ્યાજ, મહત્તમ 6 ગણી રકમ દંડ
ડ્યુટી ન ભરવામાં આવે તો બેંક જવાબદાર:
બેંકો/ફાઇનાન્સ સંસ્થાઓએ જો ગીરોખત ડોક્યુમેન્ટ પર ડ્યુટી ન ભરી હોય તો જવાબદારી બેંક પર રહેશે.
ડ્યુટી વગરના ડોક્યુમેન્ટની નકલ પર પણ વસૂલી:
અસલ ન હોય તો નકલ આધારિત ડોક્યુમેન્ટ પરથી પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરી શકાશે.
સકારાત્મક અસર:
આ ફેરફારો સામાન્ય નાગરિક, હોમ લોન લેનાર, ઉદ્યોગકારો અને મિલકત વારસદારો માટે ફાયદાકારક બનશે. ખર્ચમાં સીધો ઘટાડો થવાથી કોર્ટ કેસો ઘટશે અને વહીવટ વધુ સરળ બનશે.