Stamp Duty Amendment Bill Approved : સ્ટેમ્પ ડ્યૂટીના નવા નિયમો અમલમાં: હવે 1 લાખ સુધીનો સીધો દંડ લાગી શકે, વિધાનસભામાં પસાર થયું સુધારા બિલ
Stamp Duty Amendment Bill Approved : ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યૂટી સંબંધિત એક મોટો કાયદાકીય બદલાવ જોવા મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ, 2025’ પસાર કરવામાં આવ્યું છે અને રાજ્યપાલે તેને મંજૂરી પણ આપી દીધી છે. નવા નિયમો અનુસાર હવે સ્ટેમ્પ ડ્યૂટીના મામલામાં ગેરરીતિ કરતા લોકો પર મહત્તમ 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
200 રૂપિયાના દંડની જગ્યા હવે 1 લાખ રૂપિયા
આ સુધારા કાયદા હેઠળ હવે કેટલીક સ્થિતિઓમાં લાગતો દંડ 200 રૂપિયાની જગ્યા હવે 10 હજારથી લઈ વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. ખાસ કરીને સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં ચુંક કરનારા અથવા ખોટી માહિતી આપનારા સામે કડક કાર્યવાહી થવાની છે.
એમાં કલમ 62-ક (1), (2) અને (3)માં ખાસ જોગવાઈ ઉમેરીને દંડની રકમને મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે. ખાસ કરીને અમુક કિસ્સાઓમાં સીધો દંડ 50 હજાર સુધી જઈ શકે છે.
ભાડાં કરાર માટે પણ નવા નિયમો
હવે ભાડાં કરાર પર પણ દંડની નવી જોગવાઈઓ લાગુ પડી છે. રહેઠાણ માટે 11 મહિના 39 દિવસના ભાડાં કરાર પર 500 રૂપિયાનો સ્ટેમ્પ ફરજિયાત છે અને કોમર્શિયલ કરાર માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ લાગશે. જો આવા કરારોની વિગત દસ્તાવેજમાં નથી દર્શાવાઈ, તો 10 હજાર રૂપિયાનો સ્ટેમ્પ ફરજિયાત રહેશે અને સમયગાળા પ્રમાણે બે ટકાના દરે દંડ પણ વસૂલાશે.
પ્રોપર્ટી માલિકો માટે મહત્વપૂર્ણ માહિતી
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પ્રોપર્ટી ધરાવનારા લોકો માટે આ સુધારો મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભાડે આપેલી મિલ્કતો માટે હવે દસ્તાવેજીકરણમાં વધુ તકેદારી રાખવી પડશે, નહિ તો દંડનો સામનો કરવો પડી શકે છે.
સ્ટેમ્પ ડ્યૂટીનો ઉદ્દેશ અને અસર
સ્ટેમ્પ ડ્યૂટી એ નાણાકીય દસ્તાવેજોને માન્યતા આપવાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. નવી નિયમાવલિ મુજબ હવે સ્ટેમ્પ ડ્યૂટીની રકમ બમણી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો અગાઉ 1 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ભરતી હતી, તો હવે તેમાં વધારો થઈ શકે છે અને તે રકમ વધુ જમા કરાવવી પડશે.
સરકારની આ કાર્યવાહીનો હેતુ છે કે લોકો દસ્તાવેજી વ્યવહારોમાં પારદર્શિતા જાળવે અને ખોટી માહિતી આપી ન શકે. જો તમે પ્રોપર્ટી ખરીદી, વેચાણ અથવા ભાડાં કરાર જેવી કાયદેસર પ્રક્રિયામાં સંકળાયેલા હો, તો નવો નિયમ જાળવો અને તેનો પાલન કરવું અતિ આવશ્યક છે.