ગાંધી અને સરદારના દારૂબંધીવાળા ગુજરાતમાં માત્ર દારૂબંધી કાયદો કાગળ પુરતુ સિમિત હોય તેવુ લાગી રહ્યો છે.રાજ્યસરકારના મોટા –મોટા કાવાદાવા વચ્ચે ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.ગુજરાતના કેટલાક પાડોશી રાજ્યમાંથી બેફામપણે ભષ્ટ્ર અધિકારીઓની હપ્તારાજ અને મેલી મુરાદના પગલે બુટલેગરો દ્ઘારા મોટી માત્રમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરમાં બેફામપણે બુટલેગરો દ્ઘારા દારૂના અડ્ડાઓ ધમધમાવી રહ્યા છે તેને લઇ સ્ટેટે મનોટરિંગ સેલની ટીમ દ્ગારા રાજ્યમાં જુદા-જુદા વિસ્તાર ચાલતા દારૂના અડ્ડાઓ પર લાલઆંખ કરી છે. અમદાવાદના બેફામ ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ પર દરોડ પાડી કાર્યવાહી હાથધરી છે.
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC) દ્વારા દેશી દારુની ભઠ્ઠીઓ પર રેઇડ કરવામાં આવી.આરોપી રંભાબેનસેવાણીની ધરપકડ કરવામાં આવી અને ૦૨ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. આ સ્થળે મોટા પાયે દેશી દારુ ગાળવામાં આવતો હતો. રેઇડમાં રૂ.૬.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત થયેલ.
— Nirlipt Rai (@nirliptrai) May 22, 2022
આજે સ્ટેટ મનોટરિંગ સેલની ટીમ દ્ઘારા અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા અને દારૂની ભઠ્ઠી ધમધમાવતા મહિલા બુટલેગર રંભાબેન સેવાણીની ધરપકડ કરી હતી અને રેડ દરમિયાન 2 આરોપીઓ પલાયન થઇ જતા વોન્ટેડ જાહેર કરાયા છે રેડવાળી જગ્યા પર મોટી માત્ર દેશી દારૂ બનાવી વેચવામાં આવતુ હતુ સ્ટેટ મનોટરિંગની ટીમે દરોડા દરમિયાન 6.16 લાખનો મુદ્દામાલ કબજો કર્યુ હતુ જે અંગે પોલીસ ઉચ્ચ અધિકારી નિર્લિપ્ત રાય પોતાના એકાઉન્ટ પર ટ્વીટ કરી આં અંગે માહિતી આપી હતી