રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે તમામ રાજ્કીય પક્ષો ચૂંટણીને લઇ તૈયારીઓ આદરી દેવામાં આવી છે કોંગ્રેસમાં ફરી એકવાર નારાજગીનો પહાડ તૂટી પડ્યો છે જે પ્રકારે હાલ ગુજરાતમાં કોંગ્રેસ વેન્ટિલેટર પર જોવા મળી રહી છે તો નવા માળખાને લઇ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનેતાને વરણીને લઇ કેટલાક સિનિયર નેતાઓને નારાજગી સામે આવી હતી હવે ફરી એકવાર કોંગ્રેસ આતંરિક વિખવાદ સામે આવતા કોંગ્રેસની ચિંતાઓમાં વધારો નોંધાયો છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ધીરજ ખૂટી છે તેમણે નિવેદનમાં જણાવ્યુ હતુ કે મને ગુજરાતનો કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયો છે મને પાર્ટીની કોઇ બેઠકમાં બોલવામાં નથી આવતું પક્ષ દ્ઘારા લેવાતા નિર્ણયમાં મારું મત પણ નથી લેવાતુ તેમણે કહ્યુ હતુ કે માત્ર કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધુ છે 3 વર્ષ વિતી ચુક્યા છે મને કોઇ જવાબદારી હાઇકમાન્ડ તરફથી સોપાઇ નથી હાલ પાર્ટીની સ્થિતિ ડામાડોળ છે જે સારી રીતે પાર્ટીને ઉગારી શકે તેવા લોકોને તક આપવી જોઇએ જે લોકો પાર્ટીમાં કંઇ નથી કરતા તેમના પર બધુ સોંપવામાં આવ્યુ છે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તાથી વિમુખ છે ચૂંટણી સમયે કોંગ્રેસ તેમનો ઉપયોગ કર્યુ હોવાનુ પણ આરોપ લગાવ્યો હતો અને 2022 હવે નરેશ પટેલને ઉપયોગ કરશે અને 2027માં બીજો કોઇ પટેલ શોધશે.
બે દિવસ આગાઉ સુપ્રિમ કોર્ટમાંથી હાર્દિક પટેલને મોટી રાહત મળી હતી જેમા હાર્દિક પટેલે રાજ્યમાં આગામી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી લડવાનો હુંકાર ભર્યો છે તે વચ્ચે ગતરોજ હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોઘી પોતાની પક્ષ સામે આગળ ચિંધી છે જેમાં કોંગ્રેસએ નરેશ પટેલનુ અપમાન કર્યુ છે નરેશ પટેલનું અપમાન એટલે સમાજનું અપમાન જેના પગલે ગુજરાત સંગઠન પ્રભારી રઘુશર્માએ હાર્દિક પટેલના નિવેદન અંગે મૌન તોડી પલટવાર કર્યુ હતુ હાર્દિક પટેલે શું નરેશ પટેલને પૂછીને આ નિવેદન આપ્યુ હતુ મિડિયા સમક્ષ આવવાથી પ્રશ્નનો નિરાકરણ નહી આવે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસ એક પરિવાર છે અને પરિવારમાં મતભેદો ચાલતા હોય છે જે હાર્દિક પટેલને જગદીશ ઠાકોરથી તકલીફ હોય તે તેની ફરિયાદ મને કરે મારાથી વાંધો હોય તો મારી ફરિયાદ રાહુલ ગાંધીને કરો. રઘુશર્માએ વધુમાં જણાવ્યુ હતુ પાર્ટીમાં શિસ્ત જરૂર હોય શિસ્તતા વગર પાર્ટીના ના ચાલે એટલે ટૂંકમા કોંગ્રેસ કાઇ ઠીક નથી ચાલી રહ્યુ હોવાનુ કહી શકાય નરેશ પટેલ કોંગ્રેસ જોડાશે કે નહી તે અંગે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે પરંતુ એક પ્રતિષ્ઠાત ચેનલના દર્શાવ્યા અનુસાર નરેશ પટેલ કોંગ્રેસનો હાથ પકડશે જે તે સમયે હાર્દિક પટેલે જ નરેશ પટેલને કોંગ્રેસ જોડાવા ખુલ્લો આમત્રણં આપ્યુ હતુ જેમાં પાટીદાર નેતૃત્વને અનુભવી વ્યકિતની જરૂર છે અને નરેશ ભાઇ જો કોંગ્રેસમાં જોડાશે તો તેમના નેતૃત્વ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી વાત પણ કરી હતી.