Study Abroad Loan Scheme: તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે હવે વિદેશ અભ્યાસની ઉડાન
Study Abroad Loan Scheme: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના 14,993 વિદ્યાર્થીઓને કુલ રૂ. 2182.43 કરોડ જેટલી લોન મંજૂર કરવામાં આવી છે. આ લોન 4% ની હળવી વ્યાજદરમાં આપવામાં આવે છે, જેનાથી અનેક વિદ્યાર્થીઓએ વિદેશમાં ભણવાનું સ્વપ્ન પૂરું કર્યું છે.
લોન મેળવવા માટે કયા ઉમેદવારો પાત્ર?
વિદ્યાર્થીઓને લોન મેળવવા માટે નીચેના નિયમો અનુસરવા જરૂરી છે:
ધોરણ-12 કે સમકક્ષ પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા જોઈએ
વિદ્યાર્થી બિન-અનામત વર્ગનો હોવો જોઈએ
કૌટુંબિક આવક છ લાખ રૂપિયા સુધીની હોવી જરૂરી
અભ્યાસક્રમ એક વર્ષ કે તેથી વધુ સમયગાળો ધરાવતો હોવો જોઈએ (અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટર)
લોનની સીમા અને ચુકવણીની સુવિધા
વિદેશ અભ્યાસ માટે ગુજરાત બિન અનામત વિકાસ નિગમ દ્વારા રૂ. 15 લાખ સુધીની લોન આપવામાં આવે છે. લોન ભરપાઈ માટેની શરતો:
રૂ. 5 લાખ સુધીની લોન: અભ્યાસ પૂર્ણ થયા પછી 1 વર્ષના વિરામ બાદ 5 વર્ષમાં સરળ હપ્તામાં ચૂકવણી
રૂ. 5 લાખથી વધુ લોન: અભ્યાસ પછી 1 વર્ષના વિરામ બાદ 6 વર્ષમાં ભરવાનું રહેશે
કોને મળશે લાભ અને કેટલા લોકો સુધી પહોંચશે?
આ યોજના હેઠળ એક પરિવારના મહત્તમ બે વિદ્યાર્થી લાભ લઈ શકે છે. લોન બધીજ પ્રકારના અભ્યાસક્રમો માટે ઉપલબ્ધ છે જેમાં ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પી.એચ.ડી વગેરેનો સમાવેશ થાય છે.
વ્યાપક લાભ આપતી આ યોજના શિક્ષણમાં સમાનતા લાવે છે
વિદેશ અભ્યાસ માટે ફાઇનાન્સની અછતના કારણે ઘણા વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાને પાર લગાવી શકતા ન હતા. હવે Study Abroad Loan Schemeથી તે અવરોધ દૂર થયો છે. આ યોજનાથી હવે બિન અનામત વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા દાખવી શકે છે.