Surat ખેડુત બનવા સરકારી રેકર્ડ સાથે ચેડાં: સુરતના બિલ્ડર આરીફ દાદા, સત્તાર અને અમીન હાજી સામે બિનખેડુતની કાર્યવાહી કરવા આદેશ
Surat માંડવી તાલુકાના તડકેશ્વર ગામની બ્લોક નંબર 888 અને સરવે નંબર 646/1 વાળી જમીનના સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને ખોટી રીતે ખેડૂત બનેલા બિલ્ડર આરીફ દાદા. સત્તાર હાજી હાસીમ અને અમીન હાજી હાસિમ સહિતનાઓને ગણોતધારા બિનખેડૂત જાહેર કરવા સંદર્ભે કેસ ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ જારી કરાયો છે. જમીન સુધારણા નાયબ કલેક્ટરે જમીનના રેકર્ડની ચકાસણી કરી યોગ્ય નિર્ણય લેવા માંડવી મામલતદારને સૂચના આપી છે. બિલ્ડર આરીફ દાદા સહિતનાઓ બિનખેડૂત ઠરશે તો તેઓએ ખરીદેલી તમામ જમીન સરકાર હસ્તક કરી લેવામાં આવશે..
Surat સુરતના બિલ્ડર આરીફ દાદાના વડવાઓ રાજકોટના ધોરાજીના વતની હતા. તેઓની મૂળ વતનમાં કોઈ જ જમીન ન હતી. આમ છતાં તેઓએ ચોર્યાસીના પોપડા ગામના બ્લોક નંબર 239વાળી જમીન રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીન ખરીદતી વેળા માંડવીના તડકેશ્વરના સરવે નંબર 1002-1 અને 1304 વાળી જમીનમાં વારસાગત ખેડૂત હોવાના પુરાવા રજૂ કર્યા હતા.
હવે તડકેશ્વરવાળી જમીનના મૂળ માલિકો- કબજેદાર તરીકે મહમંદ આદમ મેતર તથા ફાતેમાં ઇસ્માઈલ મેતરનું નામ ચાલી આવતું હતું. પરંતુ 1937ની કરારના આધારે 1946ની સાલના હક્કપત્રકમાં ઈસ્માઈલ વાડીવાલાની છોકરી પાછળ સત્તાર હાજી હાસીમનું નામ અન્ય હસ્તાક્ષરથી ઉમેરી દેવામાં આવ્યું હતું. જૂના રેકર્ડ જોતાં પાછળથી નામ ઉમેરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
હવે ડિસેમ્બર 1988ના રોજ સત્તાર હાજી હાસીમ ગુજરી જતાં આ તડકેશ્વરવાળી જમીનમાં તેમના વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યા હતા. હવે તડકેશ્વરની જમીનના રેકર્ડ સાથે ચેડાં કરીને ખોટી રીતે ખૂડ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હોવાથી જમીન સુધારણા નાયબ કલેક્ટરે માંડવી મામલતદારને ગણોતધારા હેઠળ બિનખેડૂત જાહેર કરવા સારુ કેસ ચલાવી નિયમોનુસારની કાર્યવાહી કરવા સૂચના આપી છે.