Surat: કામરેજ ગામનું સૌથી મોટુ ગામ કઠોર માં મોહર્રમના પવિત્ર માસ ની 10 મી મોહર્રમના કરબલામાં યઝીદની સામે યુધ્ધમાં શહીદ થયેલા શહીદોની યાદમાં મોહર્રમ જુલુસ શાંતિ પૂણ માહોલમાં પૂણ થયેલ હતું
મોહર્રમનાં જુલુસ દરમિયાન ભાઈ-ચારા ના એકતા પ્રદર્શન જોવા માં આવ્યુ હતું. ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ હાજરી આંખે ઉડીને વળગી હતી.
17/07/2024 બુધવારે શીયા જાફરી મશાયખી મોમીન સમાજ દ્વારા મોહરમનું જુલુસ 2 વાગ્યેથી શરુ થયું
ભાઈ ચારા અને એકતાનું દર્શન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી ગામના આગેવાન અસ્લમ સૈયદ, ઈરફાન ભાઈ શેખ (બેલીમ), સુલેમાન ડોબા, સુબોધ ભાવસાર તેમજ અન્ય હિન્દૂ મુસ્લિમ નો સાથ સહકાર સાંપડયો આયોજકો નું સુંદર આયોજન શબ્બીર ભાઈ, રજજબ ભાઈ, કલબે હુસૈન તેમજ તાલેબઅલી, ફિદા હુસૈન, મકબુલ ભાઈ, અબ્બાસ ભાઈ (ભુર્યા) સમાજના નવયુવાનો તમામ ના સાથ સહકારથી આયોજન સફળતા પૂર્વક પૂણ થયું, જુલુસમાં પોલીસ બંદોબસ્તનું આયોજન પી. આઈ. ચાવડા, પી. આઈ. દેસાઈ , શ્યારા, નરેશભાઈ અને સ્ટાફનો સાથ સહકાર માટે મોમીન સમાજ તરફથી યુવા બ્રિગેડના આઈડીયલ અબ્બાસ અલી એ આભાર વ્યકત કર્યો હતો.