Surat: કુખ્યાત GST કૌભાંડી ઈમ્તીયાઝ સદ્દામની ડોક્ટર સાથે 4.95 કરોડની છેતરપિડી મામલે ધરપકડ, બે દિવસના રિમાન્ડ પર
Surat: સુરતના રાંદેર ગોરાટ રોડના ડોક્ટરે રાણીતળાવમાં મિલ્કત ખરીદી કરવાના ચક્કરમાં ચીટરોની માયાજાળમાં ફસાઈ જતા એક બંગલો સહિત 4.95 કરોડની રકમ ગુમાવી પડી છે. જેના કારણે તબીબ મોહંમદ ઝાકીરઐયુબ મેમણે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે જમીન લે-વેચનું કામ કરતા મોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા ઉર્ફે ઉંમર પીલા(રહે.પીસ પોઇન્ટ રાંદેર), ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદ્દામ ઈકબાલ બચાવ અને તેની માતા ઝીનત ઈકબાલ બચાવબન્ને રહે,અલ્ફેસાની એપાર્ટ, અડાજણ પાટિયા)ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
Surat: આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ચીટર ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદ્દામની ધરપકડ કરી છે.
GST કૌભાંડી એવા ગોરાટ રોડના કુખ્યાત ઈમ્તીયાઝ સદ્દામની ઠગાઈના ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મિલકત ખરીદવા નીકળેલા રાંદેરના તબીબ સાથે ઠગાઈ એક બંગલા સહિત 4.95 કરોડની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
આરોપી ઈમ્તીયાઝની પોલીસ યોગ્ય તપાસ કરે તો અનેક ભોપાળા બહાર આવી શકે તેમ છે. અગાઉ ઈમ્તીયાઝ સદ્દામ બચાવ જીએસટી કૌભાંડમાં પણ પકડાયો હતો. ખરેખર ઈમ્તીયાઝ સદ્દામની પોલીસ કમિશનર તેના વિશ્વાસુ અધિકારી પાસે ઉંડાણપૂર્વક તપાસ કરાવે તો અનેક ભોપાળા સામે આવી શકે છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી મોહંમદ ઉંમર મોહંમદ ઝુબેર પીલા અઠવા પોલીસના ચીટીંગના ગુનામાં લાજપોર જેલમાં છે. આથી પોલીસ તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેશે.
વધુમાં રાંદેર ગોરાટ રોડ પર અમી રો હાઉસમાં ડો. મોહંમદ ઝાકીર
ઐયુબ મેમણના 3 બંગલાઓ છે. જેમાં બે બંગલાઓ ભાડે આપેલા છે. ડોક્ટરના બે દીકરાઓ પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2022માં તબીબને તેના પરિચીતે કહ્યું કે તમારા બન્ને દીકરાઓ મેડિકલમાં અભ્યાસ કરે છે તો તમારે કોઈ સારી જગ્યા પર રેસીડન્સ સાથે દવાખાનું ચાલુ કરી શકાય તેવી મિલકત ખરીદી કરવી જોઇએ. આથી તેઓ પરિચીતને કહ્યું કે કોઈ સારી જગ્યા હોય તો કહેજો. થોડા દિવસો પછી પરિચીત રાણીતળાવના અલીફ ડેવલોપ નામથી જમીન લે-વેચનું કામ કરતા ઉમર મોહંમદ ઝુબેર પીલા સાથે ઓળખાણ કરાવી હતી.
ઝુબેર પીલાએ રાણીતળાવમાંતબીબના બંગલાનો સોદોરૂ.3.70 રોડમાં થયો હતો
તબીબના બંગલાનો 3.70 કરોડમાં સોદો મુનાફ મેમણ સાથે સોદો નક્કી કર્યો હતો. પછી આ બંગલાની રકમ આરોપી ઝુબેર પીલાએ રોયલ રેસીડન્સીમાં ગણી લેવાની વાત કરી હતી અને બાકીના 50 લાખ આરોપીને ઘરે બોલાવીને તબીબે આપ્યા હતા. તે વખતે સાટાખત પણ કરાવ્યું હતું. પછી તબીબ પાસે બંગલાનો ઓરિજનલ દસ્તાવેજ પડાવી લીધો હતો. તબીબે 1.02 કરોડ રોકડા, 22.50 લાખ ચેકથી અને બંગલો રૂ.3.70 કરોડ મળી 4.95 કરોડની રકમ આપી દીધી છતાં રીયલ રેસીડન્સીનો કબજો આપ્યો ન હતો.
રોયલ રેસીડન્સી બિલ્ડિંગ તબીબને બતાવી હતી. જે તબીબને પસંદ આવી હતી. તબીબે માલિક સાથે મુલાકાત કરાવવાનું કહેતા ઝુબેર પીલાએ પોતે ભાગીદાર હોવાની વાત કરી પોતે બાંધકામ કરાવે. છે એમ કહ્યું હતું, પછી રોયલ રેસીડન્સીની કિંમત 6.55 કરોડ જણાવી હતી. જોકે બાદમાં 5.55 કરોડમાં સોદો નક્કી થયો હતો. તબીબે આ બિલ્ડિંગ માટે પોતાની માલિકીનો એક બંગલો વેચાણ કરી અને બીજી રોકડની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કર્યુ હતું. પછી ચીટર ઝુબેર પીલાએ તબીબને કહ્યું કે તમારા બંગલા માટે ગ્રાહક મળી ગયા છે. પછી રૂપિયા લઈને મીલકતનો કબજો સોંપ્યો ન હતો.