Surat Police Action : ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો કડક આદેશ, આ શહેરમાં થૂંકનારા સામે નોંધાશે FIR
સુરત શહેરમાં જાહેરમાં થૂકનારાઓ સામે પોલીસ હવે FIR નોંધશે, અને આ નિર્ણય 2025થી અમલમાં આવશે
સુરત પોલીસ 45 દિવસ પછી હેલ્મેટ નિયમને કડક રીતે અમલમાં લાવશે અને ટ્રાફિક સિગ્નલ ઉલ્લંઘનકારીઓને પણ પોલીસ દંડ આપશે
Surat Police Action : ગુજરાતના એક શહેરમાં પોલીસે જાહેર સ્થળોએ થૂંકનારાઓ સામે મોટી કાર્યવાહી કરવાની પહેલ કરી છે. હવે સુરત શહેરમાં જાહેર માર્ગો પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધાશે. ગુજરાતમાં જાહેર થૂંકનારાઓની સરળ વ્યાખ્યા પાન ખાનારા છે.
જ્યારે ગુજરાતમાં મેડિકલ સ્ટોરો રાતે બંધ હોય છે, ત્યારે પાન ગલ્લા દિવસ-રાત ખુલ્લા રહે છે. ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન તો ચાલી રહ્યા છે, પરંતુ પાન પિચકારીઓને દૂર કરવા માટે સરકાર દ્વારા કોઈ જાહેર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
આ વચ્ચે સુરતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે શહેરમાં જાહેરમાં થૂકનારા લોકો પર પોલીસ એફઆઈઆર નોંધશે. પરંતુ પાન-મસાલાનો પ્રદૂષણ યથાવત્ રહેવાનું છે, અને યુવાનોમાં આ લત વધતી જઇ રહી છે. પરંતુ ક્યાં થૂકવું તે સ્પષ્ટ નથી.
Held a meeting with the SMC officials, RTO and police officials to discuss the ongoing work in Surat and also about the further plan of action.@MySuratMySMC pic.twitter.com/t8jAYJ9Gvg
— Harsh Sanghavi (@sanghaviharsh) December 30, 2024
સલાહ પ્રમાણે, સુરત પોલીસ 2025થી આ નિર્ણય અમલમાં લાવશે. માર્ગ પ્રબંધન અને યાતાયાત નિયમોનું કડક અમલ કરાવવામાં આવશે. જો તમે એનું પાલન નહીં કરો, તો પોલીસના પગલાં માટે તૈયાર રહો. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે હવેથી સુરતમાં જાહેરમાં થૂકનારા લોકો સામે પોલીસ fir નોંધશે. શહેરના પોલીસ નગરપાલિકાની સાથે સંકલન કરીને, સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી ફેલાવનારાઓને શોધી, પોલીસ તેમના સામે કાર્યવાહી કરશે.
સાથે સાથે, સુરત શહેર પોલીસે 45 દિવસ પછી હેલમેટ માટે નિયમોને કડક રીતે અમલ કરવા પર વિચાર કરી રહી છે. વાહનચાલકોને 45 દિવસ પછી હેલમેટ પહેરવાનો અનુરોધ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજો સહિતના સંસ્થાઓમાં હેલમેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવાશે.
હવે, હેલમેટ ન પહેરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક સિગ્નલનો ઉલ્લંઘન કરનારાઓ સામે પણ પોલીસ એફઆઈઆર નોંધશે. રેડ સિગ્નલ પછી પણ સિગ્નલ તોડી આગળ વધવા પર પોલીસ કાર્યવાહી થશે.
સુરત પોલીસએ 2025 માટે રોડમેપ તૈયાર કર્યો છે. આ યોજના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવેલી બેઠકમાં તૈયાર કરવામાં આવી છે. આમાં યાતાયાત વ્યવસ્થાને સુધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.