રાજ્યમાં ગુનાખોરી કિસ્સામાંસુરતનું નામ સૌથી પહેલા આવતું હોય છે સુરતમાં અવાર-નવાર હત્યા, લૂંટ, ખંડણી,વ્યાજખોરોના આંતકના બનાવો સામે આવતા હોય છે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીના હોમટાઉન એવા સુરતમાં વ્યાજખોરો આતંક સામે આવ્યો છે જયાં સુરત પોલીસે કડક હાથે કામગીરી કરી છે.
સુરતમાં વ્યાજખોરોના ડામવા પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે 2.60 લાખની રકમ સામે વ્યાજખોરો વ્યકિત પાસેથી 7 .40 લાખ રૂપિયા પડાવ્યા હતા વ્યાજખોરોએ ફરિયાદના મકાન ખોટા દસ્તાવેજો તૈયાર કર્યુ હોવાનું ખુલાસો થયો છે જેમાં વ્યાજખોર હરેશ નેભાણી અને દિલીપ વાઘાણની ધરપકડ કરી છે જયાં બંને આરોપીઓ સામે મનીલોન્ડરિંગ સહિત અન્ય ગુનો નોંધવામાં આવ્યા છે જેમાં કોરા ચેક પર સહી કરાવવી બાઉસ કરાવી દબાણ કરતા હોવાનું ખુલાસો થયો છે.
આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યુ હતુ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનું ભાઇ વજાભાઇ પરમાર નામના ફરિયાદી 18 તારીખે એક અરજી અમરોલી પોલીસ સ્ટેશનમાં આપી હતી જેમાં પોલીસ દ્રારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી અને તાત્કાલિક પી એસ આઇને આ કેસમાં નિમણૂંક કરવામાં આવ્યુ હતું પોલીસે જયારે ફરિયાદીના ઘરે પહોચી ત્યારે ફરિયાદી દંપતી સુસાઇટ નોટ લખી રહ્યા છે યશ ઉર્ફે સુશીલ કુમાર વેંકટરામન પાસેથી 7 લાખ રૂપિયા લોન પર લીધા હતા જેનું વ્યાજદર 17 ટકા માસિક હતું જે વેંકટરામનના માણસો ધાક ધમકી આપી હથિયારની અણીએ ફરિયાદી પાસેથી કુલ 19 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે