Surat Police : દંડા નહીં, પીપૂડા સાથે પોલીસના ચક્કર!: સુરત પતંગબજારમાં ચોરી અને છેડછાડ રોકવા ડ્રોન-દૂરબીનથી સુપરવિઝન
Surat Police સુરતના પતંગ બજારમાં ચોરી અને છેડતી રોકવા માટે ડ્રોન, દૂરબીન અને સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ ચાંપતી નજર રાખી રહ્યા
Surat Police શંકાસ્પદ હિલચાલ જોતા જ પીપૂડી વગાડીને અને વોકીટોકી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે
Surat Police : સુરતના ડબગરવાડ પતંગ બજારમાં આ વખતે પોલીસના જરા જુદા અંદાજમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં સામાન્ય રીતે પોલીસ હાથમાં ડંડા લઈને પેટ્રોલિંગ કરતી હોય છે, ત્યાં આ વખતે પોલીસકર્મીઓ ડંડા નહીં, પરંતુ પિપૂડા સાથે ફરી રહ્યા છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખીને, ચોરી અને છેડતી જેવી અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા અને વેપારીઓ તથા લોકોની સુરક્ષા માટે સુરત પોલીસે અનોખી કામગીરી શરૂ કરી છે. Surat Police
પતંગ બજારમાં ચુસ્ત બંદોબસ્ત
ઉત્તરાયણ નજીક આવતાં ડબગરવાડ પતંગ બજારમાં દોરા અને પતંગ ખરીદવા લોકોની ભારે ભીડ જામી રહી છે. 11થી 13 જાન્યુઆરી દરમિયાન બજારમાં ભીડનો આવકજાવકનો પ્રવાહ વધુ રહે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં ખિસ્સાકાતરુઓ અથવા ચોરો લોકોથી કિંમતી ચીજવસ્તુઓ છીનવી ન જાય તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉતરી છે.
સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ
લાલગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ ગ્રાહકોના વેશમાં પતંગ બજારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય, તો તે અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. પોલીસે ખાસ તકેદારી રાખી છે કે લોકોને તેમના પર્સ, મોબાઈલ અથવા ઘરેણાં માટે કોઈ સમસ્યા ન થાય.
ડ્રોન અને દૂરબીનથી ચાંપતી નજર
પતંગ બજારમાં ડ્રોન કેમેરા અને ઊંચી ઈમારતો પરથી દૂરબીનના ઉપયોગથી કડક નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર ઊંચેથી ચાંપતી નજર રાખીને તેમની હિલચાલની માહિતી તાત્કાલિક ગ્રાઉન્ડ સ્ટાફ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તેઓને ઝડપી શકાય.
એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર બેરિકેડ્સ
બજારના પ્રવેશ અને બહાર નીકળવાના તમામ પોઇન્ટ પર બેરિકેડ્સ ગોઠવીને પોલીસ તહેનાત છે. સાથે, ખાસ ‘સી-ટીમ’ એન્ટ્રી અને એક્ઝિટ પર લોકોને સલાહ આપવાનું અને તેમના વાહનોની ચકાસણીનું કામ કરી રહી છે.
ખાસ મહિલા સુરક્ષા
મહિલાઓ અને પરિવાર સાથે બજારમાં આવતા લોકોની સુરક્ષા માટે પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પર્સ-મોબાઈલ ચોરી અને છેડતીના બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ બાગડોર સંભાળી રહી છે.
ખાખી નહીં, પિપૂડા સાથે પોલીસ
આ વર્ષે, શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસએ પીપૂડાનો અનોખો ઉપયોગ શરૂ કર્યો છે. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે છે, તો પીપૂડા વગાડીને અન્ય સ્ટાફને સૂચના આપવામાં આવે છે. આ સાથે, વોકીટોકીની મદદથી સમગ્ર ટીમ એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે.
સુરતના ડબગરવાડ પતંગ બજારમાં પહેલી વાર ડંડા નહીં, પણ પીપૂડા અને ટેક્નોલોજીની મદદથી ખિસ્સાકાતરાંઓ અને અસામાજિક તત્વોને રોકવા માટે લોકહિતમાં મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.