શહેરમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આઈ ફોલો અભિયાનમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશથી અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જો કે આ કેમ્પઈનમાં પોલીસ અને TRBના જવાનો માટે એક પરિપત્ર જાહેર કરાયો છે,
આજ ક્રમમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના લોકો ઉપરાંત પોલીસ વિભાગ અને TRB જવાનોને પણ ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, ટ્રાફિક DCP પ્રશાંત સુંબેએ આ અંગે એક લેખિત આદેશ કર્યો છે, જેને કારણે પોલીસ વિભાગમાં રોષ ફેલાયો છે.આ આદેશ અનુસાર, 26મી જુલાઈના રોજ આયોજિત ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેવું પોલીસ અને TRB જવાનો માટે ફરજીયાત કરવામાં આવ્યું છે. આ માટે તમામે ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પરીક્ષામાં પોલીસ અને TRB જવાનોના 50થી ઓછા માર્ક્સ આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં TRB જવાનાનું નામ માનદ સેવામાંથી કમી કરવામાં આવશે ત્યાં જ પોલીસ કર્મચારીની સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવશે.