Surat જાગૃત નાગરિકના પ્રયાસો ફળ્યા, ટોઈંગ ક્રેન એજન્સીના 4 વર્ષમાં રૂ. 26.38 લાખ પેનલ્ટી પેટે કાપતી સુરત ટ્રાફિક પોલીસ
Surat સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન બંધ ટોઈંગ ક્રેન પેટે કરોડોનું પેમેન્ટ ચૂકવીને આચરવામાં આવેલ ભ્રષ્ટાચારમાં જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરેલ ફરિયાદ ખુબ મોટા પાયે વિવાદ થયું હતું. કોવિડ પછી વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૪માં એજન્સીના રૂપિયા ૨૬ લાખ ૩૮ હજાર ૪૮૩ અલગ-અલગ દંડ પેટે કાપી હાલ ટેન્ડર નિયમોનું પાલન કરી રહ્યા છે સુરત પોલીસ.
સુરતમાં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને કરોડોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ સ્થળે ફરિયાદ કરવામાં આવેલ હતી. આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના IPS અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુમ્બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ.પી. ચોહાણની સંડોવણી હોવાથી તપાસ અધિકારી અધિક પોલીસ કમિશ્નર શરદ સિંઘલ આઈ.પી.એસ. દ્વારા બંને અધિકારીઓને બચાવીને આ આરોપમાં ભ્રષ્ટાચાર થયો નથી એવો રીપોર્ટ પણ કરી દેવામાં આવેલ છે. સુરત પોલીસ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહી કરતા હાલ આ મેટરમાં ACB તપાસની માંગણી સાથે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં હિયરીંગ હેઠળ છે.
વર્ષ 2020 માં ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલના આખા વર્ષમાં કોઈ દંડ કે પેનલ્ટી કાપ્યા વગર
પૂરે પૂરું પેમેન્ટ આપી દેવામાં આવેલ હતું. લોકડાઉનમાં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ ચુકવવામાં આવેલ, અને આઈ ફોલો કેમ્પૈન દરમિયાન ટોઈંગ બંધ રાખવામાં આવેલ હોવા છતાં તમામ ક્રેનોનું પૂરે પૂરુ ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. આ તમામ મુદાઓ હાઇકોર્ટમાં ફરિયાદમાં શામિલ કરવામાં આવેલ હોવાથી વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવેલ છે. ટોઈંગ ક્રેનમાં ઓછા મજૂર રાખવામાં આવેલ હોય તો પણ દંડ કરવામાં આવેલ છે, જે દિવસ ક્રેન બંધ હોય એનું પણ ભાડું કાપી લેવામાં આવેલ છે, ટોઈંગ ક્રેનની લઘુતમ કામગીરી ન કરી હોય તો પણ દંડ કરવામાં આવેલ છે, અને નિયત સમય મર્યાદાથી ઓછી સમય કામગીરી કરવામાં આવેલ હોય તો પણ દંડ વસુલ કરવામાં આવેલ છે.
જાન્યુઆરી-૨૦૨૧ થી ડિસેમ્બર- ૨૦૨૧ સુધી રૂ. ૧૮ લાખ ૧૩ હજાર ૮૦૦ તથા જાન્યુઆરી-૨૦૨૨ થી ડિસેમ્બર- ૨૦૨૨ સુધી રૂ. ૬ લાખ ૭૫ હજાર ૮૯૯ તથા જાન્યુઆરી ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધી રૂ. મળીને રૂ. ૨ લાખ ૨ હજાર ૫૮૪ તથા જાન્યુઆરી ૨૦૨૪ થી ઓક્ટોબર ૨૦૨૪ સુધી રૂ ૧ લાખ ૪૬ હજાર ૨૦૦ મળીને ફૂલ રૂ. ૨૬ લાખ ૩૮ હજાર ૪૮૩ દંડ પેટે ૪ વર્ષ માં કાપી લેવામાં આવેલ છે.
જયારે વર્ષ 2020 માં દંડ પેટે કાપવામાં આવેલ રકમ શૂન્ય હતી
ઉપરાંત વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન આઈ ફોલો કેમ્પૈન દરમિયાન ૧૬ પૈકી ૮ ક્રેન બંધ રાખીને ભાડું પણ બચાવી લીધું છે. એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ પછી આજે સુરત પોલીસ દ્વારા જનતાના લાખો રૂપિયાની બચત કરાવવામાં સફળ થયેલ છે. વધુમાં સંજય ઇઝાવા દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર પુરવાર કરાવી યોગ્ય સજા અપાવવાની કોશિશ ચાલુ રહેશે.